સુરતઃ ધનાઢ્ય યુવતીને મામાના છોકરા સાથે બંધાયા સંબંધ ને કરી નાંખી પતિની હત્યા, જામીન અરજીમાં હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો ?
ડ્રાઇવરના જામીન રદ્દ ન થાય તો સુકેતુને પણ જામીન મળી જાય એ વાતને ધ્યાનમાં રાખી સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. જુન-2016માં પાર્લે પોઇન્ટની સર્જન સોસાયટીમાં ધનાઢ્ય પરિવારના દિશીત જરીવાલાના માતા-પિતા યાત્રાએ ગયા તે વખતે વેલ્સીએ તેના પ્રેમી સુકેતુ મોદી સાથે મળી પતિ દિશીતની હત્યા કરવાનું કાવતરું ઘડીને પાર પાડી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ ખૂબ ચકચારી અને હાઇ પ્રોફાઇલ દિશીત મર્ડર કેસમાં હાઇકોર્ટમાં જામીન મુક્ત થયેલા ડ્રાઇવરના જામીન રદ્દ કરાવવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વેલ્સી અને પ્રેમી સુકેતુ મોદી સાથે મળી ડ્રાઇવર ધીરેન્દ્રએ વેલ્સીના પતિ દિશીત જરીવાલાની ભર ઊંઘમાં હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં વેલ્સી અને ધીરેન્દ્ર જામીનમુક્ત થયા છે જ્યારે સુકેતુ મોદી હજી જેલમાં જ છે.
પોલીસ પહેલા સુકેતુ અને ડ્રાઇવર ધીરેન્દ્ર સુધી પહોંચી ત્યાર પછી વેલ્સી પણ હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલમાંથી વેલ્સીને અને ધીરેન્દ્રને જામીન મળી ગયા. ધીરેન્દ્રને હાઇકોર્ટમાંથી કેટલીક શરતોને આધીન જામીન મળ્યા હતા. જેના જામીન રદ્દ કરાવવા સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેની તારીખ હવે પછી જાહેર થશે. હવે કાનૂની જંગ સુપ્રીમ કોર્ટમાં ખેલાશે.
દિશીત ભર ઊંઘમાં હતો તે જ વખતે સુકેતુ અને સુકેતુ મોદીના ડ્રાઈવર ધીરેન્દ્રએ દિશીતની હત્યા કરી નાખી હતી. ચપ્પુના ઘા ઝીંકવામાં ડ્રાઇવર ધીરેન્દ્ર જ મુખ્ય હતો. પડકારરૂપ આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સીસીટીવીના કારણે સફળતા મળી હતી. જેમાં સુકેતુ અને ડ્રાઇવર જે કારમાં બેસીને આવ્યા અને રવાના થયા તે દ્રશ્ય કેદ થઈ ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -