સુરતઃ બંગાળી યુવતીને PSI સાથે બંધાયા સંબંધ, પોલીસે પૂછ્યું, પતિ સાથે જવું છે? શું આપ્યો જવાબ
બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનું કહેવું છે કે આ અંગે પરિણીતાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે કહ્યું કે તેને પતિ સાથે રહેવું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધીરે ધીરે બંને વચ્ચેનું અંતર વધ્યું અને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા. આ અંગે પરિણીતાના પતિને શંકા ગઈ હતી. જોકે એક દિવસ પત્ની ઘરેથી કહ્યા વગર જતી રહી અને તે આજ ઘરે પરત આવી જશે જોકે તે હજુ સુધી ઘરે આવી નથી જ્યારે તેનો પતિ હજુ સુધી રાહ જોઈને બઠો છે કે તેની પત્ની ઘરે આવશે.
આક્ષેપ એવો છે કે જ્યારે સમીર પરમાર ભરૂચના વાલીયામાં ફરજ પર હતા તે સમયે દંપતિ નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં રહેતું હતું. આ સમયે પરિણીતા અને પીએસઆઈ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.
ફરિયાદ દેવદાસનો આક્ષેપ છે કે તેની પત્નીને પીએસઆઈ સમીર પરમાર ભગાડી ગયો છે. આ વાત સાંભળીને પતિ પણ ચોંકી ગયા હતાં.
ફરિયાદ મુજબ પરિણીતા 27 ઓક્ટોબરના રોજ સાંજે ઘરેથી નીકળી હતી. ઘરેથી ભાગી ગયા બાદ હજુ સુધી ઘરે પરત આવી નથી. આ અંગે ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ પતિ દેવદાસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે પત્ની ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી.
સુરત: સુરતના કામરેજના પીએસઆઈ સમીર પરમાર પર આરોપ છે તે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારની એક બંગાળી પરિણીતાને ભગાડી લઈ ગયો છે. આ અંગે પરિણીતાના પતિએ અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને કારણે સમગ્ર પોલીસ વિભાગમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને અંકલેશ્વર જીઆઈડીસીના કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ બિશ્વાસની પત્ની ચંદા સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસાઈ સમીર પરમાર ભગાડી ગયા હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -