સુરતઃ જ્યોતિએ બિઝનેસમેન-વેપારીને મોહજાળમાં ફસાવીને તેમના કર્યા હતા કેવા હાલ ? જાણો ચોંકાવનારી વિગત
હિતેશના કિસ્સામાં એવું કહેવાય છે કે, કરોડો રૂપિયા લીધા પછી પણ જ્યોતિ તેનાથી મુક્ત ન થઈ કે ન હિતેશને મુક્ત કર્યો. હિતેશના આપઘાત પહેલા તેના ભાઈ દશરથે જ્યોતિ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ સમયે પણ જ્યોતિને લગભગ રૂ. 3 કરોડ આપ્યા હતા. આમ છતાં જ્યોતિએ પીછો મૂકતા હિતેશે આપઘાત કરવો પડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યોતિ પહેલા વાતચીતથી મિત્રતા શરૂ કરતી હતી અને પછી છેક તેના ઘર સુધી પહોંચી જતી હતી. જ્યોતિ પરિણીતોને જ શિકાર બનાવતી હતી. જેના કારણે ઘરમાં ઝઘડો શરૂ થાય અને તકનો ગેરલાભ લઈ મનમાની રકમ લેવામાં સફળ થતી હતી. આવો કડવો અનુભવ શહેરના અગ્રણી બિલ્ડરને પણ થયો છે. જ્યોતિ તેના ઘર સુધી પહોંચી જતા બિલ્ડર કરોડો રૂપિયા આપી જ્યોતિની ચૂંગાલમાંથી છૂટ્યા હતા.
હિતેશ અને દશરથ રબારીના મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યોતિએ સિટીલાઇટ રોડ પર રહેતા કાપડના વેપારીને પોતાની ચૂંગાલમાં ફસાવ્યો હતો. આ વેપારીએ આપઘાત કરવો પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના પરિવારજનો પર પણ જ્યોતિએ રોફ જમાવ્યો હતો. પરિવાર આજે પણ જ્યોતિના નામથી ફફડે છે. જેના કારણે પોલીસ સમક્ષ નિવેદન આપવા તૈયાર નથી, તેમ સુત્રોએ જણાવ્યું હતું.
સુરતઃ ચકચારી હિતેશ રબારી આપઘાત કેસમાં પોલીસે હિતેશની સ્ત્રીમિત્ર જ્યોતિ સોલંકી સામે સમન્સ કાઢ્યું છે. જોકે, જ્યોતિ હાલ ફરાર છે. ત્યારે જ્યોતિ અંગે અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હિતેશ રબારીનાં પત્ની ગીતાબહેને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જ્યોતિએ એક વર્ષ પહેલાં તેને હિતેશને છોડી દેવા કહ્યું હતું. તેના બદલામાં તેમને જે જોઈએ તે આપવા માટે પણ જ્યોતિએ તૈયારી બતાવી હતી.
હિતેશ રબારી જ્યોતિ સાથે લગ્ન કરવાનો હતો, પરંતુ જ્યોતિએ લગ્નનો ઇનકાર કરતાં આપઘાત કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ધરપકડથી બચવા જ્યોતિ ગાયબ થઈ ગઈ છે. જ્યોતિએ ભૂતકાળમાં બંસલ સરનેમધારી એક કાપડના વેપારીનો ભોગ લીધો હતા. આ ઉપરાંત એક અગ્રણી બિલ્ડરને પણ પોતાની જાળમાં ફસાવી તેની પાસેથી કરોડો રૂપિયા લઈ લીધા હોવાની વાત પણ સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -