સુરતઃ યુવકને બંધાયા મહિલા સાથે સેક્સસંબંધ, મહિલાના દીકરાને ખબર પડી જતાં શું આવ્યો અંજામ? જાણો
જોકે અટક કરાયેલા ત્રણેય યુવકોની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. આ મૃતદેહ ફેંકી ત્રણેય ભાગી છૂટ્યા હતા. પોલીસે શંકાસ્પદ ત્રણની અટકાયત કરી પૂછપરછ આદરી હતી. આ ત્રણમાંથી એક યુવકની માતા સાથેના અનૈતિક સંબંધોના કારણે તેમજ રૂ. 1.25 લાખની ઉઘરાણીના કારણે સંચા-માસ્ટરની હત્યા કરાઈ હોવાનું ફલિત થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન જીઆઈડીસી પોલીસની ટીમે ગણતરીના સમયગાળામાં ત્રણ યુવાનોની અટકાયત કરી પૂછપરછ આદરી હતી. જેમાં કૈલાસ કોળીએ ત્રણમાંથી એક યુવાનને રૂ. 1.25 લાખ આપ્યા હતા. તેની ઉઘરાણી કરતા હોવાથી હત્યા કરી હોવાની તેમજ ત્રણમાંથી એક યુવકની માતા સાથે કૈલાસ કોળીને અનૈતિક સંબંધો હોવાના કારણે હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.
સચિન જીઆઈડીસીમાંથી શનિવારે રાત્રે સંચા-માસ્ટર કૈલાસ જીપાભાઈ કોળી (ઉ.વ.40)નું ત્રણ યુવાનોએ અપહરણ કર્યા બાદ ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. આ પછી લાશની ઓળખ ન થાય તે માટે ઓઇલ અથવા ડીઝલથી મોઢું સળગાવી દીધું હતું અને ભાટિયા ટોલ નાકાથી થોડે દૂર હાજીપરા ગામ તરફ જવાના રસ્તે એક ખેતરમાં ઘાસમાં કૈલાશની લાશ ફેંકી દીધી હતી.
આ મૃતદેહ મળ્યો તે વિસ્તાર સચિન પોલીસ મથકની હદમાં હોવાથી સચિન પોલીસ પણ તપાસમાં જોતરાઈ હતી. ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું જેના કારણે મરનારની ઓળખ થઈ હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકના ગુમ થયેલા તરીકે નોંધાયેલા કૈલાસ કોળીનો જ આ મૃતદેહ હોવાનું સ્પષ્ટ થયું હતું.
લિંબાયતના રતન ચોકમાં સાંઈ બાબાના મંદિર નજીક રહેતા અને સચિન જીઆઈડીસીમાં સંચા-માસ્ટર તરીકે કામ કરતા કૈલાસ જીપાભાઈ કોળી (ઉ.વ.40)નું શનિવારે રાત્રે કેટલાક લોકો અપહરણ કરી ગયાના સમાચાર સચિન જીઆઈડીસી પોલીસને મળ્યા હતા. બીજી બાજુ રવિવારે બપોરે દોઢ વાગ્યે ભાટિયા ટોલ નાકાથી થોડે દૂર હાજીપરા ગામ જવાના રસ્તે ખેતરમાંથી અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
સુરતઃ લિંબાયતના રતન ચોક વિસ્તારમાં રહેતા યુવકને મહિલા સાથેના અનૈતિક સંબંધમાં જીવ ખોવાનો વારો આવ્યો છે. શનિવારે રાતે ત્રણ યુવકોએ ભેગા મળીને આ યુવકની હત્યા કરી નાંખી હતી અને પછી જ્વલનશીલ પદાર્થથી મોઢું સળગાવી દીધું હતું. આ ઘટનામાં પોલીસે ત્રણ યુવકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -