વલસાડ: રાત્રે ગરબે ઘુમતો યુવાન અચાનક ઢળી પડ્યો, પરિવાર થયો સ્તબ્ધ
સહર્ષના મોતને લઈ અનેક ચર્ચા હતી. ગરબા આયોજકો બચાવમાં યુવાનનું મૃત્યુ ફીટ આવવાથી થયું હોવાનું કહી રહ્યા હતાં. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રે 1:10 વાગ્યે રાઉન્ડ પૂરો થયો ત્યારે સહર્ષ પટેલ અને તેનો મહારાષ્ટ્રના બોરડી ખાતે રહેતો મિત્ર સાથે બેઠો હતો ત્યારે ત્યાં વીજળીનો વાયરથી બન્ને મિત્રને કરંટ લાગ્યો જેનાથી સહર્ષનું મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉમરગામ ટાઉનમાં હાર્ડવેર સ્ટોર ચલાવતા અમૃતભાઇ પટેલ વર્ષો અગાઉ અહીં સ્થાયી થયા હતાં. એક પુત્ર અને એક પુત્રી ધરાવતા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર ઉપર સંકટના પહાડો તૂટી પડ્યા હતાં. સહર્ષ પટેલ એન્જિનિયર બની ઉમરગામની અપાર કંપનીમાં નોકરી કરતો હતો. જેના લગ્ન આગામી ફેબ્રુઆરી માહિનામાં યોજવાનું નક્કી હતું પરંતુ તે પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો.
ચાલુ ગરબાનો રાઉન્ડ પૂરો થતાં ગરબે રમી રહેલ સહર્ષ અમૃતભાઇ પટેલ (ઉ.વ. 22) તેના મિત્રો સાથે બેઠો હતો. તે સમયે અચાનક સહર્ષ પટેલ ઢળી પડતાં મિત્રોને એમ લાગ્યું હતું કે સહર્ષને ફીટ આવ્યા હશે. પ્રાથમિક ઉપાય કર્યા બાદ મિત્રો અને આયોજકો સહર્ષને દવાખાનામાં લઈ જવાયો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. ઉમરગામ પોલીસ મોતનું કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
વલસાડ: ઉમરગામના રોટરી ક્લબ આયોજિત નવરાત્રિ મહોત્સવની ગુરૂવારે રાત્રે ગરબે ઘુમતા યુવાન અચાનક ઢળી પડ્યા બાદ મોત થયું હતું. ઉમરગામના સોળસુંબા ગામે એમકે મહેતા સ્કૂલમાં રોટરી ક્લબ ઉમરગામ દ્વારા નવરાત્રિનું આયોજન કરાયું છે. રાત્રિએ એક દુર્ઘટના સર્જાતા નવરાત્રિ ફીકી પડી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -