સુરતઃ પતિના મિત્ર સાથે યુવતીને બંધાયા સંબંધ, પ્રેમીએ લગ્ન કરવાનું કહ્યું ને.......
આ પછી સુરેશે ગત 11મી મેના રોજ મંજુને ફોન કરી ઘરે બોલાવી હતી. મંજુ આવતાં તેણે ફરીથી લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, મંજુએ લગ્ન માટે ના પાડી દેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ પછી તેના દીકરાની પણ હત્યા કરી નાંખી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના લિંબાયતમાં સદાબ્રિજ યાદવ પત્ની મંજુદેવી(ઉં.વ.24) અને દીકરા સાથે રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેના ઘરની પાસે સાથે કામ કરતો સુરેશ પણ રહેતો હતો. નજીકમાં રહેતો હોય તે મંજુના સંપર્કમાં આવ્યો હતો અને પછી આ સંબંધ આગળ વધ્યો હતો.
હત્યા પછી સુરેશ ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. અહીં તે અલગ અલગ જગ્યાએ રહ્યા પછી પૂણમાં સિક્યુરિટી એજન્સીમાં લાગી ગયો હતો. દરમિયાન પોલીસે સુરેશ પર શંકાને આધારે તપાસ કરતાં હત્યા પછી તે ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઇલ લોકેશનને આધારે તપાસ કરી તેની પૂણેથી ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં હત્યારા સુરેશ ઉપરાંત રિક્ષાચાલક રામચંદ્ર ઉર્ફે ડબલુની ધરપકડ કરાઇ છે.
આ પછી સુરેશે પિતા રાધેશ્યામ ગૌત્તમ અને ભાઇ મુકેશની મદદથી લાશને કોથળામાં સગવગે કરી ડિંડોલીના એકલેરા પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. બીજી તરફ પતિએ 13મી મેના રોજ પત્ની અને દીકરો ગુમ થયો હોવાની જાણ કરી હતી. આ સમયે પત્નીને સુરેશ સાથે અનૈતિક સંબંધ હોવાની પણ વાત કરી હતી. બીજી તરફ ડિંડોલી પોલીસને યુવતી અને બાળકની લાશ મળી હતી.
પતિની ગેરહાજરીમાં મંજુ અને સુરેશ મજા કરતા હતા. આ સંબંધ એટલો ગાઢ બની ગયો હતો કે, સુરેશે મંજુ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને આ અંગે મંજુ પાસે પણ પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, મંજુએ લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
સુરતઃ ત્રણ મહિના પહેલા ડિંડોલીમાં થયેલી યુવતી અને તેના બાળકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. યુવતી અને તેના બાળકની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. યુવતીએ લગ્નનો ઇનકાર કરતા યુવકે બંનેની હત્યા કરી નાંખી હતી અને લાશ નહેરમાં ફેંકી દીધી હતી.