સુરતઃ સસરાએ દીકરાની નજર સામે જ પુત્રવધૂને છરીના ઘા મારીને પતાવી દીધી, જાણો શું હતું કારણ?
સુરતઃ ડિંડોલી આદર્શ સ્કૂલ પાસે વોલવાળા કમ્પાઉન્ડમાં સામાન્ય ઝઘડામાં સસરાએ પુત્રવધૂની ત્યા કરી નાંખતાં ચકચાર મચી ગઈ છે. સસરાએ વારંવારના ઝઘડાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સસરાએ દીકરાની નજર સામે જ તેની પત્નીની હત્યા કરી નાંખી હતી.
ડીંડોલી વિસ્તારમાં રહેતી અર્ચના મનોજ પાટીલ(ઉ.વ.આ.30)ને તેના સસરા આત્મારામ રતન પાટીલ સાથે ગઈ કાલે સવારે દસ વાગ્યે દરવાજો ખખડાવવા બાબતે ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા સસરા આત્મારામ પાટીલે ઘરની બહાર જ વહુ પર હુમલો કર્યો હતો અને ઉપરા ઉપરી ચારેક ચપ્પુના ઘા ઝીંકી દઈને હત્યા કરી નાખી હતી.
ઉશ્કેરાટમાં સસરાએ પુત્રવધૂ પર હુમલો કરી દેતા અર્ચના લોહીલૂહાણ થઈ ગઈ હતી. તેને લોહીલૂહાણ હાલતમાં જ સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ડિંડોલી પોલીસે સસરા સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી સસરાને ઝડપી લીધો હતો અને વધુ તપાસ શરૂ કરી છે.