સુરતઃ પ્રેમિકાના આપઘાત બદલ જેલમાં ગયેલા યુવકે બહાર આવી બનાવી નવી પ્રેમિકા, પછી શું કર્યું
દિપીકાએ વોટર પાર્કમાં લગ્ન પણ કર્યા હોવાની સુસાઈડ નોટમાં કબૂલાત કરી હતી. જોકે મોઈને અંગત પળોનો વીડિયો ફરતો કરી દેતાં દિપીકાએ આબરું જવાના ડરે આપઘાત કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે દિપીકાએ અંગત પળોના વીડિયો અને ફોટો ડિલીટ કરાવવા મોઇનને કહ્યું હતું પરંતુ તેણે ડિલિટ ના કરતા દીપિકાએ આપઘાત કરી લીધો હતો. દરમિયાન દિપીકાના હાથમાં પ્રેમીનું લાયસન્સ અને એટીએમ આવી ગયું હતું. જેથી પ્રેમીનું નામ રાવણ નહીં પણ મોઈન પઠાણ હોવાનું જણાયું હતું. દિપીકાએ આપઘાત કરતા પહેલાં ચાર પાનાની સુસાઈડ નોટ લખી હતી.
ઉલ્લેખનીય છે કે મોઇને અગાઉ કેશવ પાર્ક સોસાયટીમાં રહેતી દીપિકા (ઉ.વ.20)ને પ્રેમમાં ફસાવી હતી. દીપિકા ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરતી હતી. દીપિકાએ જૂલાઈ 2016માં ઓએનજીસી બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી દીધી હતી. દિપીકાએ ચાર પાનાની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મોઈન હુસેનખાન પઠાણે તેની સાથે પ્રેમનું નાટક કરી અંગત પળો માણી દગો કર્યો છે.
ગોડાદરાની કોલેજિયન ગર્લના આપઘાત પ્રકરણમાં આરોપી અને ઉધના પટેલ નગર ખાતે રહેતા મોઈન હુસેનખાન પઠાણે ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોઇન થોડો સમય અગાઉ જેલમાંથી બહાર આવ્યો હતો. દરમિયાન તેને સોસાયટીમાં જ રહેતી અન્ય એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
સુરતઃસુરતના ગોડાદરાની કોલેજીયન યુવતીના આપઘાત પ્રકરણમાં આરોપી પ્રેમીએ ઓએનજીસી બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવકને તાત્કાલિક નદીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સામાન્ય છે.
ગઇકાલે કોઇ કારણોસર મોઇનની પ્રેમિકાએ તેના ઘરે આવી હોબાળો મચાવ્યો હતો. જેનાથી પરેશાન મોઇન ઘરની બહાર નીકળી ગયો હતો અને ઓએનજીસી બ્રિજ પરથી છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -