સુરતઃ બિલ્ડિંગના 12 માળેથી પાંચ વર્ષીય બાળક સાથે પતિ-પત્નીએ લગાવી મોતની છલાંગ, મળી સુસાઇડ નોટ
સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના 12 માળેથી કૂદીને આખા પરિવારે આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સરથાણાના મેજેસ્ટિકા હાઇટ એપાર્ટમેન્ટના 12માં માળેથી પતિ-પત્નીએ પાંચ વર્ષીય બાળક સાથે કૂદીને આપઘાત કર્યો છે. હાલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના 12 માળેથી કૂદીને આખા પરિવારે આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સરથાણાના મેજેસ્ટિકા હાઇટ એપાર્ટમેન્ટના 12માં માળેથી પતિ-પત્નીએ પાંચ વર્ષીય બાળક સાથે કૂદીને આપઘાત કર્યો છે. હાલ તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, આજે મૂળ સૌરાષ્ટ્રના વતની વિજય વઘાસિયાએ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર સાથે મેજેસ્ટિકા હાઈટ એપાર્ટમેન્ટ પરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તપાસ કરતાં વિજય વઘાસિયાના ખિસ્સામાંથી પોલીસને સૂસાઇડ નોટ મળી આવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મૃતક વઘાસિયાએ દેવું વધી જતાં પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સૂસાઇડ નોટમાં શું લખ્યું છે, તે હજુ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો બહાર આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -