દિશીત જરીવાલાની હત્યામાં ધીરેન્દ્રએ સુકેતુને કેમ આપ્યો સાથ? તેની જુબાની
પોલીસ પૂછપરછ દરમિયાન ધીરેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે, ઉભરાટના મોદી રીસોર્ટમાં નોકરી કરતો હતો, ત્યારે રીસોર્ટના માલિક તેને નોકરીમાંથી કાઢી મૂકવાના હતા. આ સમયે સુકેતુ તેની વ્હારે આવ્યો હતો. સુકેતુએ મધ્યસ્થી કરીને તેની નોકરી બચાવી હતી. આમ ધીરેન્દ્ર તેનો ઋણી બની ગયો હતો. હત્યામાં તેની શું ભૂમિકા હતી, તે અંગે પણ તેણે ખૂલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધીરેન્દ્રએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું હતું કે, સુકેતુએ કરેલી મદદના બદલામાં તે દિશીતની હત્યા કરવા તૈયાર થયો હતો. એટલું જ નહીં, તેણે એવી પણ કબૂલાત કરી હતી કે, દિશીત પોતાના ઘરમાં સૂતો હતો, ત્યારે દિશીત પર છરીથી પહેલો ઘા તેણે કર્યો હતો. આ પછી બીજો ઘા સુકેતુએ કર્યો હતો.
સુરતઃ ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે દિશીતની હત્યાના ગુનામાં પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુ મોદી અને સુકેતુના ડ્રાઇવર ધીરેન્દ્રસિંહ ચૌધરીની ધરપકડ કરી છે. ઉમરા પોલીસે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ધીરેન્દ્ર સુકેતુ સાથે હત્યા કરવા કેમ સામેલ થયો તે અંગે પણ ખૂલાસો થયો છે.
ઉમરા પોલીસ આજે દિશીત જરીવાલાના હત્યારા પાસે સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી શકે છે. ગઈ કાલે આરોપીઓએ છૂપાવી રાખેલા પુરાવા પોલીસે તેમને સાથે રાખીને મેળવ્યા હતા.
ધીરેન્દ્રએ હત્યા કરતી વખતે જે રેઇનકોટ પહેર્યો હતો, તે રેઇનનકોટ ધીરેન્દ્રસિંહ ચૌહાણે સચિન મેઇન રોડ પર ફેંકી દીધો હતો. જેને શોધવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. હજુ બંનેની પૂછપરછ ચાલું છે, જેમાં હજુ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -