વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કોંગ્રેસના કયા આગેવાનને સસ્પેન્ડ કરી દવાયો, જાણો વિગત
આ ઘટનાની પ્રદેશ કક્ષાએ ભારે નોંધ લેવામાં આવી હતી. આ ઘટનાને પગલે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના આદેશથી ફરી દર્શન નાયકને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેના પગલે રાંદેરના ઉગત રોડ પર આવેલ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ગીરીશ પટેલના ફાર્મ હાઉસમાં દર્શન નાયક અને તેમના સમર્થકોએ પ્રભારી હર્ષવર્ધન સબકાલ અને માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.
જૂના કાર્યકરોને સાઈટ ડ્રેક કરી નવા ચહેરા તેમજ નબળા ઉમેદવારની પસંદગી કરતા મોટી સંખ્યામાં કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ઓલપાડ વિધાનસભા બેઠકના પ્રબળ દાવેદાર ગણાતા દર્શન નાયકનું પત્તુ કાપીને કોંગ્રેસે યોગેન્દ્રસિંહ બાકરોલાની પસંદગી કરી હતી.
જોકે પોણા બે વર્ષ સુધી અપક્ષ સભ્યની ભુમિકા નોંધાવ્યા બાદ વિધાનસભાની ચૂંટણી દરમિયાન દર્શન નાયકની ફરી કોંગ્રેસમાં વાપસી થઈ હતી. વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ટીકિટ ફાળવણીમાં કાચું કાપતાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વર્ષ 2015માં યોજાયેલી સુરત જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન પૂર્વ સુરત જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ તેમજ જિલ્લા પ્રમુખ દર્શન નાયકે પાર્ટી ફંડના નામે ઉદ્યોગપતિઓ પાસે રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરીયાદ ઉઠતા દર્શન નાયકને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં.
સુરત: તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધ પ્રવૃતિ કરનાર સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2015માં ગ્રામ્યકક્ષાની ચૂંટણી સમયે પણ બરતરફ કરવામાં આવ્યા હતાં. જોકે ત્યારબાદ તેમને ફરી પક્ષમાં લેવાનો નિર્ણય કરાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -