સુરતઃ હું ભાભી બોલું છું, મસ્ત છોકરી આવી છે, જ્યારે ઈચ્છા હોય ત્યારે કહેજો........
જજે ત્રણેયનાં સોમવાર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે. ગેંગની ચાર યુવતીઓ પકડાઇ નથી. ફરિયાદમાં 3 સગી બહેનો હેમાલી પ્રવીણ જુવાલિયા (19), નિકિતા (23), હીરાલી (21, ત્રણેય રહે: સ્વસ્તિક રો-હાઉ, અમરોલી) તેમજ અન્ય એક યુવતી પ્રિયા નારાયણ રોય (19) (રહે: મહાપ્રભુનગર સોસા, લિંબાયત)નાં નામો દર્શાવાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ લોકોએ પહેલાં 3 લાખ રૂપિયાની રકમ માંગી હતી. બાદમાં માર મારીને એક લાખની રકમ પડાવી હતી. વિપુલે પછી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે અમરોલી વિસ્તારમાં છટકું ગોઠવી આ ગેંગને પકડી પાડી . જેમાં છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાની પોલીસે ધરપકડ કરી છે.
એ લોકો પોલીસની જેમ રૂબાબ કરવા લાગ્યા હતા. બાદમાં છોકરીએ બળજબરીથી વિપુલને નગ્ન કરીને મારા ફોટા પાડી લીધા હતા. મને ડુપ્લીકેટ પોલીસે બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તથા મમ્મી-પપ્પાને કહીને સમાજમાં બદનામી કરવાની વાત કરીને તોડ કરવાની શરૂઆત કરી હતી.
એ પછી એક દિવસ આ યુવતીને વિપુલે મસાજ કરવા માટે અમરોલીમાં 70, સ્વસ્તિક રો-હાઉસ, જૂના કોસાડરોડ ખાતે બોલાવ્યો હતો. ઘર એક રૂમમાં જતાં જ યુવતી મસાજ કરવાને બદલે અર્ધનગ્ન થઈ ગઈ ને પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘુસી આવ્યા હતા. વિપુલ કંઈ બાલે તે પહેલાં તેમણે વિપુલને તમાચો ઠોકી દીધો.
વિપુલને ફોન પર એક યુવતીએ કહ્યું કે, કે હું ભાભી બોલુ છું ને તમારો નંબર જતીનભાઈએ આપ્યો છે. મારે તમને મળવું છે. મસ્ત છોકરી આવી છે. તમને જયારે પણ રસ હોય ત્યારે મને વાત કરજો. બીજા દિવસે એક યુવતીનો કોલ આવ્યો અને તેણે વિપુલ સાથે મીઠી મીઠી વાતો કરી હતી.
આ ટોળકી વિપુલ નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટને કારણે ઝડપાઈ છે. તેણે સ્ટીંગ ઓપરેશન કરીને આ ગેંગને પકડવામાં પોલીસને મદદ કરી હતી. જો કે પહેલાં તે પણ આ ટોળકીનો શિકાર બન્યો હતો. થોડા દિવસ પહેલાં વિપુલના મોબાઈલ પર એક કોલ આવ્યો હતો અને ત્યાંથી આ વાતની શરૂઆત થઈ.
સુરત: સુરતમાં યુવાનોને સેક્સ માણવાના બહાને બોલાવીને ખંખેરી લેતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, ટોળકીની એક યુવતી ફોન મારફતે સંપર્ક કરી યુવકને મીઠી મીઠી વાતો કરી યુવાનને શરીર સુખ માણવાની લાલચ આપીને મળવા બોલાવતી.
જે યુવાન તેમની વાતોમાં ફસાય તેને એકાંતની પળો માણવા જ્યારે બોલાવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ નકલી પોલીસ ત્યાં આવી પહોંચે અને યુવાનને ડરાવી ધમકાવી મોટી રકમ પડાવી લેતી હતી. પોલીસને આ ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -