સુરતઃ પ્રેમિકા સાથે સેક્સ માણીને યુવક દુબઈ જતો રહ્યો ને પ્રેગનન્ટ થયેલી પ્રેમિકા પહોંચી કોર્ટમાં, જાણો શું આવ્યો ચુકાદો ?
પીડિતાને ડોક્ટરે તા. 29મી નવેમ્બર, 2013ના રોજ તપાસી હતી, જેમાં પીડિતાને 20 અઠવાડિયા અને ત્રણ દિવસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદીના કહેવા મુજબ આરોપી સાથે તા. ત્રીજી નવેમ્બર, 2013ના રોજ સંબંધ બંધાયો હતો અને આરોપી જુન-2013માં લગ્નની લાલચ આપી દુબઇ જતો રહ્યો હતો. ડોકટર પાસે જે મેડિકલ સર્ટિફિકેટ મળ્યો તે મુજબ તા. 15મી જુલાઇ, 2013ના રોજ ગર્ભ રહ્યો હતો. જ્યારે આરોપી ત્રીજી મે, 2013ના રોજ દુબઇ જતો રહ્યો હતો અને ગર્ભ તા. 15મી જુલાઇ, 2013ના રોજ જો આરોપી ભારતમાં જ ન હોય તો આરોપી થકી ફરિયાદીને ગર્ભ રહ્યો હોય તે માની શકાય નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું કે ફરિયાદી જ્યારે પુખ્ત વયની હોય ત્યારે તેઓને સારા-નરસાનું ભાન હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતા. 28મી નવેમ્બર, 2013ના રોજ આરોપી પીડિતાના ગામ ગયો હતો અને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હતો. દરમિયાન, આરોપીને દુબઇ નોકરી મળતા જતો રહ્યો હતો પરંતુ સમયાંતરે યુવતીને મળવા આવતો હતો આ અરસામાં પીડિતાએ આરોપીને ફોન પર જાણ કરી હતી કે તેણી સગર્ભા છે. જેથી આરોપીએ ગર્ભપાત કરાવવા જણાવ્યુ હતુ. આ ઘટના બાદ આરોપીએ પીડિતાના ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ. આથી યુવતીએ 28મી નવેમ્બર, 2013ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઓલપાડ ખાતે રહેતી પીડિતાની સગાઈ ગામના જ એક યુવક સાથે થઈ હતી, પરંતુ યુવકને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાનું સપાટી પર આવતા સગાઈ તુટી ગઈ હતી. આ દરમિયાન આરોપી પીડિતાના સંપર્કમાં આવ્યો હતો અને તેણીને જણાવ્યું હતું કે તું ટેન્શન ન લે, હું તારી સાથે લગ્ન કરીશ.
આરોપીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતાં મામલો કોર્ટમાં ગયો હતો જ્યાં પીડિતાએ ગર્ભવતી બનવા અંગેની જે તારીખનો પુરાવો રજૂ કર્યો ત્યારે યુવક દુબઇમાં હતો. ડીએનએ ટેસ્ટ પણ નેગેટિવ હતો. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ ઉદય એચ. પટેલ અને સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ દલીલ કરી હતી.
સુરત: પાંચ વર્ષ અગાઉની બળાત્કારની ઘટનામાં કોર્ટે આરોપીને પુરાવાઓના અભાવ નિર્દોષ છોડતો હુકમ કર્યો હતો. આરોપી યુવક અને પીડિતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ આરોપી કામ અર્થે દુબઇ જતો રહ્યો હતો. દરમિયાન, સમગ્ર ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પીડિતા ગર્ભવતી બની.
- - - - - - - - - Advertisement - - - - - - - - -