સુરતઃ ભાજપની કાર્યકર યુવતીએ વરસો સુધી સેક્સ માણી ગર્ભવતી બનાવી છોડી દેવાનો આક્ષેપ કર્યો છે તે નેતાનું આપ્યું નામ, જાણો કોણ છે આ નેતા?
પરણિત યુવતીએ એવો આક્ષેપ કર્યો છે બંને વચ્ચે વરસો સુધી આ રીતે સેક્સ સંબંધો રહ્યા. મોનિલ સાથેના સેક્સ સંબંધના કારણે તે ગર્ભવતી બની હતી. આ વાત તેણે મોનિલને કરતાં તેણે કહ્યું હતું કે હું તને ગર્ભપાતની દવા આપી જઈશ. ત્યાર પછી મોનિલ તેની સાથે ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તેમણે મળવાનું બંધ કરી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવા હોદ્દેદારે વરસો સુધી સેક્સ સંબંધો બાંધીને યુવતીને ભોગવી પછી તેનાથી મન ભરાઈ જતાં પીછો છોડાવવા માટે હવે તેને ધાકધમકી આપી અને ડરાવવાનું શરૂ કર્યું છે, તેવો આક્ષેપ પણ આ યુવતીએ કર્યો છે. યુવતીએ મીડિયા સામે આવીને પોતે જેની સામે આક્ષેપ કર્યા તે ભાજપનો નેતા મોનિલ ઠાકર હોવાનો આક્ષેપ કર્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી મોનિલ ઠાકર યુવતીના ઘર પાસે કોઈને મોકલીને કાચની બોટલો ફેંકાવે છે અને ફોન ઉપર ધમકી અપાવે છે. યુવતી જો ફોન કે મેસેજ બંધ નહીં કરે તો પાણીની બોટલની જગ્યાએ એસીડની બોટલો આવશે અને તું કે તારું ફેમીલી જીવતું નહીં રહે તેવી ધમકી આપે છે તેવો આક્ષેપ પણ કરાયો છે.
આ વાત ફેબ્રુઆરી 2017ની છે ને તે પછી મોનિલ ઠાકરે કામનાં કારણે નથી મળી શકાતું તેમ કહીને આ પરણિત યુવતીને ટાળતા હતા. છેલ્લી વાર બન્ને વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં શારીરિક સંબંધો બંધાયા હતા. એ વખતે સેક્સ માણ્યા પછી યુવા નેતાએ આ યુવતીનાં ફોન કે મેસેજનો જવાબ આપવાનો બંધ કરી દીધા હતા.
યુવતી ભોળવાઈ ગઈ હતી અને મોનિલ ઠાકર સાથે મેસેજની આપ લે શરૂ થઈ હતી. બંને એકાંતમાં મળવા લાગ્યાં હતાં અને સેક્સ સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે વાંરવાર અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધો બંધાયા હતા. મોનિલ યુવતી સાથે નિયમિત રીતે સેક્સ માણવા માટે હાજર થઈ જતા હતા તેવો આક્ષેપ યુવતીએ કર્યો છે.
મોનિલ ઠાકર સાથેના સંબધો ફેસબુકના માધ્યમથી ગાઢ બન્યા હતા. આ પરણિત યુવતી વકીલ છે અને તેણે યુવા હોદ્દેદારને જન્મ દિવસે શુભેચ્છા પાઠવી પછી એકબીજા સાથે ફોનથી સંપર્ક શરૂ થયો હતો. મોનિલ ઠાકરે તેને ઉચ્ચ હોદ્દાની લાલચ આપી હતી અને તેને પ્રેમ કરતો હોવાનું જણાવીને આકર્ષવા પ્રયાસ શરૂ કર્યા હતા.
જાતીય શોષણનો ભોગ બનેલી આ પરણિત મહિલાએ પોલીસ કમિશ્વરને કરેલી અરજીમાં મોનિલ ઠાકર સામે બીજા પણ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીનો આક્ષેપ છે કે, સુરત શહેર ભાજપ પક્ષના યુવા મોરચાનાં મહામંત્રી મોનિલ ઠાકર સાથે 2011માં કાશ્મીર તિરંગા યાત્રા વખતે તે સંપર્કમાં આવી હતી.
સુરત: સુરત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનાં એક હોદ્દેદાર સામે એક કાર્યકર યુવતીએ પોતાને પ્રેમજાળમાં ફસાવીને વારંવાર સેક્સ સંબંધો બાંધી જાતિય શોષણ કર્યું હોવાના આક્ષેપો કરતી અરજી પોલીસ કમિશ્નરને કરી છે. જાતિય શોષણનો ભોગ બનેલી આ મહિલાએ ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો તેવો આક્ષેપ પણ કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -