સુરતમાં મૂકાયેલી નરેન્દ્ર મોદીની 22 ફૂટ ઉંચી પ્રતિમાને કેમ સફેદ કપડાથી ઢાંકી દેવી પડી ? જાણો વિચિત્ર કારણ
જો કે સુરતનાં લોકોમાં અને ખાસ તો યંગસ્ટર્સમાં આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટા પ્રમાણમાં લોકો આ પ્રતિમના સાથે તસવીરો ખેંચાવે છે. યંગસ્ટર્સ આ પ્રતિમા સાથે સેલ્ફી લેવા માટે ભીડ જમાવી રહ્યાં છે. આ સેલ્ફી સાથેની તસવીરો સુરતનાં યંગસ્ટર્સ પોતાના ફેસબુક પેજ પર મૂકી રહ્યાં છે.
જો કે આ પ્રયત્નો સફળ થયા નહોતા અને જે નવી પ્રતિમા બની તેમાં પણ ચહેરો તો મોદીને હૂબહુ મળતો નથી આવતો. પ્રતિમામાં દાઢી મોદીની જેમ સંપૂર્ણ સફેદ કરી દેવાઈ છે પણ એ પછી પણ પ્રતિમાનો ચહેરો મોદીને ઓછો અને અમિત શાહને વધાર મળતો આવે છે તેવી કોમેન્ટ્સ તો ચાલુ જ રહી છે.
આવા મેસેજ વોટ્સએપ પર વાયરલ થયા હતા. સુરત શહેર ભાજપના નેતાઓના ધ્યાન પર આ વાત આવતાં એ લોકો દોડતા થઈ ગયા હતા. તેમણે તાબડતોબ જ મોદીની પ્રતિમાને સફેદ કપડાથી ઢાંકી દીધી હતી અને પ્રતિમાનું સમારકામ શરૂ કરીને તે મોદીની પ્રતિમા લાગે તેવા પ્રયત્નો શરૂ કરાયા હતા.
આ પ્રતિમામાં નરેન્દ્ર મોદીનો ચહેરો વધારે પડતો ભરાવદાર બનાવી દેવાયો હતો. તેમની દાઢી પણ સંપૂર્ણ સફેદ નહોતી દર્શાવાઈ. તેના કારણે આ પ્રતિમા સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગઈ છે. સોશિયલ મીડિયા પર મજાક શરૂ થઈ કે, આ નરેન્દ્ર મોદીનું નહીં પણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું પૂતળું છે.
સુરતઃ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું આજે ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી આજે સુરતમાં પધારવાના છે ત્યારે તેમને આવકારવા માટે સુરત શહેર ભાજપ દ્વારા નરેન્દ્રમોદીની 22 ફૂટ ઉંચી પ્રતિમા મૂકાઈ છે. જો કે આ પ્રતિમા વિવાદમાં સપડાતાં તેને તાબડતોબ ઢાંકી દેવાની ફરજ પડી હતી.