સુરતમાં એક જ દિવસમાં ખાબક્યો પાંચ ઇંચ વરસાદ, ઠેરઠેર ભરાયા પાણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jul 2016 10:13 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
સુરતઃ સુરત શહેરમાં ગઇકાલે વરસાદ મનમૂકીને વરસ્યો હતો. સવારથી બપોર સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં ચારેકોર પાણી ભરાઇ ગયા હતા. રજાનો દિવસ હોવાથી સુરતીઓએ વરસાદની ભરપૂર મજા માણી હતી. સુરત શહેર સહિત તાપી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
12
13
14
વહેલી સવારથી સાંજ સુધીમાં સૌથી વધારે સુરત સિટી અને બારડોલી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ચોર્યાસી તાલુકામાં 67 મિમી, કામરેજમાં 81 મિમી, મહુવામાં 70 મિમી, માંડવીમાં 83 મિમી, માંગરોલમાં 57 મિમી, ઓલપાડમાં 46 મિમી, પલસાણામાં 57 મિમી અને ઉમરપાડામાં 89 મિમી વરસાદ થયો હતો.