સુરતઃ કતારગામમાં 20 કરોડના હીરાની લૂંટથી ચકચાર, ઘટના CCTVમાં કેદ
કતારગામની ગ્લો સ્ટાર ડાયમંડ કંપનીમાં નોકરી કરતા વિજય મોહન મેવાણી રૂ. 20 કરોડના સોલીટેર ડાયમંડ ભરેલી બેગ લઈને કારમાં નીકળ્યા હતા. કારમાં ડ્રાઈવર સહિત ત્રણ જણા સાથે હતા. રસ્તામાં ટ્રાફિક જામ થતા તેઓ કારમાંથી ઉતરી જઈને પગપાળા જતા હતા. સેફ લોકરથી 25 મીટરના અંતરે હતા ત્યારે અચાનક 6 જેટલા લૂંટારૂઓએ આવીને હીરા ભરેલી બેગ કર્મચારીના હાથમાં ઝુંટવીને ફરાર થઈ ગયા હતા. ભાગતી વેળા લૂંટારૂઓએ કાર પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: ડાયમંડ નગરી સુરતના કતારગામમાં હીરાના લૂંટની ઘટના બુધવારે સાંજે બની હતી. કતારગામ પોલીસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે અનાથ આશ્રમ પાસે બુધવારે રાત્રે ગ્લો સ્ટાર ડાયમંડનો કર્મચારી સેફ લોકરમાં હીરા મુકવા આવ્યો ત્યારે 6 બદમાશો રૂ.20 કરોડના હીરા ભરેલી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. બેગમાં 2200 કેરેટના સોલીટેર ડાયમંડ હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂએ ભાગતી બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતું. આ સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં ત્રણ લૂંટારૂ ભાગતા જોવા મળ્યા હતા.
સ્ટાફે તાત્કાલિક પોલીસ કંટોલરૂમને જાણ કરતા કતારગામ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સીસીટીવી કેમેરાના આધારે ક્રાઈમબ્રાંચ-પીસીબી અને કતારગામ પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. ઉપરાંત કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરાના આધારે લૂંટારૂંઓની માહિતિ એકત્ર કરવામાં આવી છે.
સીસીટીવી કેમેરામાં 3 લૂંટારૂંઓ ભાગતા દેખાય છે અને તેમના હાથમાં હીરા ભરેલી બેગ પણ દેખાય રહી છે. કર્મચારીઓ ડેઈલીની સેફ લોકરમાં 7 થી 8 વાગ્યાની વચ્ચે હીરાના પેકેટો મુકવા માટે આવતા હતા. લૂંટારૂઓએ ઓફિસેથી તેમની રેકી કરી હોય તેવું આ ઘટના પરથી દેખાઇ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -