સુરતઃ ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી સ્કૂલ વાન, દંપતીનું મોત
સુરત: આજે વહેલી સવારે શહેરના ભટાર વિસ્તારમાં એક સ્કૂલ વાન ફૂટપાથ પર રહેતા પરિવાર પર ફરી વળી હતી. આ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. જ્યારે અન્ય ચારેક લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વાન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવાર આજે વહેલી સવારે મૂળ ઝાલોદનો પરિવાર ભટાર સી-10 ટેનામેન્ટ પાસે રસ્તા પર મજૂરી કામ પર જવા માટે રસોઈ કરી રહ્યો હતો. દરમિયાન શાંતિનિકેતન સ્કૂલની વિંગર વાન(GJ-5-AV-0962) પુરપાટ ઝડપે આવી હતી. વાનના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પરિવાર પર ફરી વળી હતી. જેમાં દંપતીનું મોત નીપજ્યું છે.
આ અકસ્માતમાં દંપતી લાલા નાનકા ટીલા અને સુમિત્રા લાલા ટીલાનું મોત થયું છે. જ્યારે અન્ય ચાર લોકોને ઇજા થઈ છે. ખટોદરા પોલીસે વાન ચાલકની ધરપકડ કરી વાનને પણ કબજે કરી છે. પરિવાર સવારે મજૂરીએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં આવેલી સ્કૂલ વાન તેમના પર ચડી ગઈ હતી.