JEE મેઈન એક્ઝામમાં આ વિદ્યાર્થી ગુજરાતમાં પ્રથમ નંબરે, જાણો કોણ છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2019 09:30 AM (IST)
1
રાઘવના પરિવારે પણ આકાશની સિદ્ધિને વધાવી લેતાં મિઠાઈ ખવડાવી હતી. જેઈઈની પરીક્ષા રાઘવે પ્રથમ પ્રયત્ને જ પાસ કરી લીધી હતી. આઈઆઈટી મુંબઈમાં આગામી અભ્યાસ કરવાની ઈચ્છા રાઘવે વ્યક્ત કરી છે.
2
સુરતના રાઘવ સોમાણીએ 99.99 એનટીએ સ્કોર સાથે ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. રાઘવ સોમાણીનો ગુજરાતમાં પ્રથમ નંબર આવતાં પરિવારજનો, મિત્રો અને શિક્ષકોએ અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે જ આગળ વધવાની શુભકામના પાઠવી હતી.
3
સુરત: જેઈઈ મેઈન દ્વારા લેવાયેલી પરીક્ષાના પરિણામ શનિવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું. દેશભરના 8 લાખ 74 હજાર 469 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શનિવારે જાહેર થયેલા પરીક્ષાના પરિણામમાં દેશભરમાં મધ્યપ્રદેશનો યુવાન ધ્રુવ અરોરાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે ગુજરાતમાંથી સુરતના વિદ્યાર્થીએ રાઘવ સોમાણીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે.