સુરતઃ 'વેલેન્ટાઇન-ડે'ના આગલા દિવસે જ યુવતી પતિ-સંતાનોને છોડી પ્રેમી સાથે જતી રહી!
કોર્ટે તેને મુક્ત કરતાં પ્રિયા બિન્દાસ્ત પ્રેમી સાથે જતી રહી હતી. કોર્ટમાં જ બનેલી આ ઘટના જોઇ સૌ કોઈ ચોંકી ગયા હતા. બીજી તરફ પતિએ પત્નીએ કોર્ટમાં આપેલા નિવેદનને આધાર બનાવીને કથિતપ્રેમી સામે વ્યભિચાર સહિતની ફરિયાદ પોલીસમાં આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, શહેરના ચોકબજાર વિસ્તારમાં રહેતા પરેશ(નામ બદલ્યું છે)ની પત્ની પ્રિયા(નામ બદલ્યું છે) ગત 23મી જાન્યુઆરીએ ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પરેશે તપાસ કરતાં પત્ની પ્રેમી સાથે લગ્ન કરવાના ઇરાદાથી ભાગી ગઈ હોવાનું અને હાલ જૂનાગઢ હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રિયા પુખ્તવયની હોવાથી તેની ગેરકાયદેસર અટકાયત ન હોય યુવતીને કોર્ટે મુક્ત કરી હતી. પ્રિયા અને પરેશને લગ્નજીવન દરમિયાન ત્રણ-ત્રણ બાળકો છે, ત્યારે પ્રિયાએ બાળકોની ચિંતા કર્યા વગર પ્રેમી સાથે જવાનું પસંદ કરતાં ચકચાર મચી ગઈ છે.
સુરતઃ આજે સમગ્ર દેશમાં વેલેન્ટાઇન ડેની જોરશોરથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વેલેન્ટાઇના આગલા દિવસે જ પતિ અને સંતાનોને છોડીને પ્રેમી સાથે યુવતી જતી રહી હોવાનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સર્ટ વોરન્ટ અરજીના આધારે કોર્ટમાં આવેલી ત્રણ સંતાનોની માતાએ હું પ્રેમી સાથે જવા માગું છું, તેમ કહેતાં સૌ વિચારતા રહી ગયા હતા.
પત્ની અવૈધ રીતે પ્રેમી સાથે રહેતી હોય પતિએ વકીલ મારફત કોર્ટમાં વોરંટ અરજી કરતી હતી. આ અરજીને આધારે પ્રેમી યુવતી સાથે કોર્ટમાં હાજર થયો હતો. અહીં પ્રિયાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, હું મારા પતિ સાથે રહેવા માંગતી નથી અને મારા પ્રેમી સાથે જવા માંગુ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -