સુરતઃ રાજસ્થાનમાં યુવતીને હતું અફેર, સુરત આવી તો પ્રેમીએ પાછળ આવી શું કર્યું? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરોપી રોહન નાયક મૂળ રાજસ્થાનનો વતની છે અને બાળકની માતાના પ્રેમમાં હતો. જેથી તે બાળકના અપહરણ માટે સુરત આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પ્રેમિકાને પામવા માટે અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે.
દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અપહરણકર્તા રોહન બાળકને લઈને બારડોલી તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે ત્યાં વોચ ગોઠવી આરોપીને બારડોલી નજીકથી ઝડપી પાડ્યો હતો અને બાળકને સહી સલામત છોડાવ્યું હતું.
સુરતઃ પુણા વિસ્તારમાં પૂર્વ પ્રેમિકાના બાળકને પ્રેમી દ્વારા અપહરણ કરવાની ઘટના સામે આવી છે. પૂર્વ પ્રેમિકાને પામવા માટે યુવકે આ કાવતરું ઘડ્યું હતું. જોકે, પોલીસે બાળકને સહિસલામત રીતે છોડાવીને યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપીની પૂછપરછ કરતાં યુવક અને બાળકની માતાનું પ્રેમપ્રકરણ હોવાનું ખૂલ્યું હતું.
પુણા વિસ્તારમાં યુવતી દોઢ વર્ષના પોતાના દીકરાને લઈને દીકરીને લેવા ઝીલ નર્સરી ખાતે ગઈ હતી. દરમિયાન રોહન નાયક નામનો યુવક રિક્ષામાં બાળકનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. પરિણીતાએ આ અંગે પતિને વાત કરતાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસ અપહરણનો ગુનો નોંધી તપાસ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -