✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડૉ. તોગડિયાના ભત્રીજાની હત્યાના આરોપીનું લાજપોર જેલમાં મોત, જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2016 03:00 PM (IST)
1

આ ઘટનાએ શહેરઆખામાં સનસનાટી મચાવી દીધી હતી. વરાછા પોલીસે જોકે ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જમીનના ડખામાં કામરેજના કુખ્યાત ગૌતમ ગોલ્ડને તેની બહેન કોમલ ગોયાણીના ઈશારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી પહેલા કોમલ ગોયાણી, ઇમરાન સૈયદ, રામુ ભરવાડ અને મેહુલ ભરવાડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાદમાં હુમલાખોરોને ઝડપવા તમામ તાકાત કામે લગાડી ગૌતમ ગોલ્ડન, ભદ્રેશ ઉર્ફે કાલુ પાટોળિયા તથા કિશન ખોખરની ધરપકડ કરી હતી.

2

બાલા હીરાનીને ગૌતમ ઉર્ફે ગોલ્ડનને ૫૦ લાખ રૂપિયા દેવાના હતા અને જે પૈસા ન આપતા ગૌતમ અને તેના સાગરીતોએ મળીને બાલાની ઓફીસમાં બેસેલ ભરત ભાઈ તોગડીયા અને બાલા પટેલ અને અશોક વ્યક્તિઓને પણ ચપ્પુના ઘા મારી ભાગી છુટ્યા હતા, જેમાં ૩ ના મોત નીપજ્ય હતા. જોકે એક હજુ પણ સારવાર હેઠળ છે બનાવના પગલે વરાછા પોલીસે હત્યામાં સંડોવાયેલ અન્ય 7 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડનના પિતા ગણેશ ગોયાણી 13 દિવસથી સૌરાષ્ટ્રમાં નાસ્તો ફરતો ફરતો હતો પરંતુ સુરત ફ્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે સફળતા મળી હતી.

3

વરાછા વિસ્તારના મોદી મોહલ્લામાં ગત 1૪ મેના રોજ જમીન વિવાદમાં ખેલાયેલ લોહીયાળ ખેલમાં ૩ વ્યક્તિઓએ પોતના જીવ ગુમાવ્યા હતા. વરાછામાં એ.કે. રોડ પર મોદી મહોલ્લા ખાતે આરાધના કોમ્પ્લેક્સમાં બાલુ માધાભાઇ હીરાણીની ફાઇનાન્સની ઓફિસમાં ગત ૧૪મી મેની રાત્રે નવેક વાગ્યે બાલુભાઇ તેમના સાથે ઓફિસમાં બેઠા હતા ત્યારે ૪ હુમલાખોર ઓફિસમાં ધસી આવી આડેધડ ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં વિપક્ષ નેતા પ્રફુલ તોગડિયાના ભાઇ ભરત તોગડિયા, અશોક ડુંગરશીભાઇ કિકાણી અને બાલુ હીરાણીનાં મોત થયા હતાં જ્યારે ભાજપના માજી કોર્પોરેટરના પુત્ર મહેશ જાદવભાઇ રાદડિયાને ગંભીર ઇજા થઈ હતી.

4

સુરતઃ ગત મે મહિનામાં ડોક્ટર પ્રવિણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણ લોકોના હત્યાના આરોપમાં લાજપોર જેલમાં બંધ આરોપીનું મોત થયું છે. ટ્રિપલ મર્ડર કેસના આરોપી ગણેશ ગોયાણીની જેલમાં તબિયત લથડ્યા પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે. ગણેશે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા પછી તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વરાછાના એ.કે રોડ વિસ્તારમાં VHPના નેતા પ્રવીણ તોગડીયાના ભત્રીજા સહિત ત્રણ લોકોની હત્યાના આરોપમાં ગૌતમ ગોયાણી સહિત તેના સાગરીતો અને તેની બહેન કોમલ ગોયાણીની ધરપકડ કરી હતી.

  • હોમ
  • સુરત
  • ડૉ. તોગડિયાના ભત્રીજાની હત્યાના આરોપીનું લાજપોર જેલમાં મોત, જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.