સુરતઃ કાકી-ભત્રીજાના સેક્સસંબંધમાં ગુપ્તાંગ કાપવાની ઘટનામાં નવો ધડાકોઃ પ્રેમિકા કાકીએ શું કર્યો દગો? જાણો
એક અઠવાડિયા પહેલા કમલ સુરેખાને મળ્યો હતો અને ફરીથી શરીર સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પ્રેમાંધ સુરેખા સંબંધ બાંધવા તૈયાર થઇ ગઇ હતી. ગત રવિવારે રાત્રે કોસાડ આવાસના એક ગેટ પાસે સુરેખા અને કમલ મળ્યાં હતાં. ત્યાંથી તેઓ નજીકમાં આવેલા કેળાના ખેતરમાં ગયાં હતાં. જોકે, આ અંગે કાકા પંકજભાઈને જાણ થઈ જતાં તેઓ પાછળ પાછળ ત્યાં પહોંચ્યા હતા કમલ સાથે ઝઘડો કરીને તેનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. એટલું જ નહીં, કમલના જમણા હાથ અને પંજા પર ચાકુ મારીને ઇજા કરી હતી. આ ઘટના પછી કમલે શું કર્યું?
અમરોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમામે મૂળ ધંધુકા તાલુકાનો વતની કમલ સુરતમાં કોસાડ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહે છે. આ જ આવાસમાં તેના કૌટુંબિક કાકા પંકજભાઈ અને કાકી સુરેખા રહે છે. દરમિયાન ભત્રીજો કમલ અને કાકી સુરેખા વચ્ચે લગ્નેત્તર સંબંધો બંધાયા હતા અને તેમનો આ સંબંધ સેક્સ સુધી પહોંચી ગયો હતો. આ સંબંધ માટે સુરેખા કમલને રૂપિયા પણ આપતી હતી. જોકે, કાકાને આ અંગે જાણ થઈ જતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. અંતે સુરેખાએ પ્રેમસંબંધનો અંત લાવવાની ખાતરી આપીને માફી માગી લીધી હતી. આ પછી બંને વચ્ચેના સંબંધો પર પૂર્ણ વિરામ લાગી ગયો હતો. પ્રેમસંબંધ પૂરો થઈ ગયા પછી ફરીથી કેવી રીતે શરૂ થયું બંને વચ્ચે અફેર? જાણો વધુ વિગતો
સુરતઃ ગત રવિવારે રાત્રે સુરતના અમરોલી વિસ્તારમાં કાકી સાથે પ્રણયફાગ ખેલી રહેલા ભત્રીજાને જોઈને ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, રવિવારે રાત્રે સુરેખા(નામ બદલ્યું છે) અને કમલ(નામ બદલ્યું છે) કેળાના ખેતરમાં પ્રણયફાગ ખેલી રહ્યા હતા, ત્યારે તેની પાછળ સુરેખાના પતિ અને કમલના કાકા પંકજભાઈ(નામ બદલ્યું છે) છરી લઈને આવી પહોંચ્યા હતા. પતિ આવી ચડતાં જ પત્નીએ પણ રંગ બદલ્યો હતો અને તે ભત્રીજાની છાતી પર બેસી ગઈ હતી. આ પછી કાકાએ ભત્રીજાનું ગુપ્તાંગ છરીથી કાપી નાંખ્યું હતું અને હાથ પર પણ છરીના ઘા મારી બંને ત્યાંથી ભાગી ગયા હતા. કાકી-ભત્રીજા વચ્ચે કેવી રીતે શરૂ થયા હતા આડાસંબંધો, પતિને જાણ થતાં શું થયું?
કમલને ગુપ્તાંગ કાપીને ત્યાંથી કાકા-કાકી નાછી છૂટ્યા હતા. દરમિયાન કમલે ગુપ્તાંગ શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ મળ્યું નહતું. આથી વહેલી સવારે કમલે બંને આરોપી પંકજ અને સુરેખા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અત્યારે કમલને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.