સુરતઃ કાકી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો ભત્રીજો, કાકાએ કાપી નાંખ્યું ગુપ્તાંગ; જાણો સંપૂર્ણ ઘટના
આ અંગેની મળતી વિગત પ્રમાણે અમરોલીના કોસાડ વિસ્તારમાં આવેલા ewsમાં દંપતી પંકજ અને સુરેખા(બંનેના નામ બદલ્યા છે) રહે છે. સુરેખાએ પતિની જાણ બહાર તેના ભત્રીજા સાથે જ લગ્નેત્તર સંબંધ બાંધ્યા હતા. આ સંબંધો આગળ વધતાં બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાવાના શરૂ થઈ ગયા હતા. ગઈ કાલે 21મી ઓગસ્ટની રાતે પતિ નોકરીએ ગયો હોવાથી ભત્રીજો કાકી સાથે પ્રણયફાગ ખેલવા આવી પહોંચ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુપ્તાંગ કપાઇ જતાં અને હાથે ઇજા થતાં તેને તાત્કાલિક 108 દ્વારા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અત્યારે હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે અમરોલી પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રેમિકા અને પ્રેમી કાકી-ભત્રીજાનો સંબંધ ધરાવે છે.
કાકી-ભત્રીજો રૂમમાં પ્રણયફાગ ખેલી રહ્યા હતા, ત્યારે નવ વાગ્યાની આસપાસ પંકજ નોકરી પરથી ઘરે આવ્યો હતો. ઘરનું દ્રશ્ય જોઇને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પંકજે પોતાના ભત્રીજાને પત્ની સાથે કઢંગી હાલતમાં જોતાં જ તે ઉશ્કેરાઇ ગયો હતો. બંને વચ્ચે બોલાચાલી પછી ઝઘડો થયો હતો. દરમિયાન પંકજે ચપ્પા વડે ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. એટલું જ નહીં, ઝપાઝપી દરમિયાન ભત્રીજાને ડાબા હાથે પણ ઇજા થઈ હતી.
સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં એક યુવકને સગી કાકી સાથેનો પ્રેમસંબંધ ભારે પડી ગયો છે. કાકા ઘરમાં ન હોવાનો લાભ લઈને ભત્રીજો પ્રણયફાગ ખેલવા આવી પહોંચ્યો હતો. બંને ઘરમાં પ્રણયફાગ ખેલી રહ્યા હતા, ત્યારે જ પતિ આવી ચડતાં સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો અને ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પ્રેમી એવા ભત્રીજાનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હતું. આગળ વાંચો સંપૂર્ણ ઘટના.
- - - - - - - - - Advertisement - - - - - - - - -