સુરતઃ ડોક્ટરે પતિને બહાર બેસાડી તપાસના બહાને કપડાં ઉંચાં કરીને સેક્સ માણ્યું હોવાના કેસમાં યુવતીએ હાઈકોર્ટમાં કર્યો મોટો ધડાકો, જાણો વિગત
ફરિયાદની હકીકત મુજબ પહેલાં પીડિતાને ડોકટર પ્રફુલ દોશીએ કેબિનમાં બોલાવી, ત્યારબાદ પડદાવાળા કન્સલટન્સી રૂમમાં લઈ જઈ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પીડિતાનો પતિ સાત ફૂટની દૂરી પર રૂમમાં જ બેઠો હતો. વચમાં માત્ર પડદો હતો. બળાત્કાર બાદ ડોકટરે ઇન્જેકશન આપવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, ફરિયાદ નોંધાતા પ્રફુલ દોષી ભાગી ગયા હતા. તે મુંબઇ સ્થિત જુહુ ખાતેના બંગલે અને ત્યાંથી નવસારી ખાતે રોકાઈ વકીલ મારફત કોર્ટમાં હાજર થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડો. દોશીએ હાઇકોર્ટમાં કરેલી કન્સર્ન ક્વોશિંગ મંજૂર થઈ હતી ત્યારે બીજી તરફ પોતે આ વાતથી અજાણ હોવાનું પીડિતાના પતિએ કહ્યું હતુ. જજે ઓરલ ઓર્ડર કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ હતી ત્યારે પીડિતાના પતિનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે કોઈ સમાધાન થયું નથી. વધુ વાત કરતા તેમણે ફોન કાપી નાંખ્યો હતો.
એક તરફ જ્યાં પોલીસ પ્રફુલ દોશીની ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજમાં હતી. ત્યાં હાઇકોર્ટ ખાતે જસ્ટિસ એ.વાય.કોગ્ઝેની કોર્ટમાં આરોપી દ્વારા ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે આ કેસની મુદત હોય પીડિતા દ્વારા સોંગદનામુ રજૂ કરી જણાવ્યું હતુ કે જો ફરિયાદ રદ કરવામાં આવે કોઇ વાંધો નથી, તેઓ આ કેસ આગળ ચલાવવા માગતા નથી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે પણ કહ્યું હતું કે સમાધાન થઈ ગયુ છે. દલીલો બાદ કોર્ટે ક્વોશિંગ પિટિશન મંજૂર કરી ફરિયાદ રદ કરી હતી.
અઠવા પોલીસ મથકમાં ડોકટર પ્રફુલ દોશી સામે ક્લિનિકમાં ચેકઅપ માટે આવતી સગર્ભાએ ચોથી સપ્ટેમ્બર, 2018ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પાંચમાં દિવસે ડો. પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયા હતા. કોર્ટે પહેલા એક દિવસ અને બાદમાં વધારાના રિમાન્ડ મંગાતા કુલ ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. ત્યારબાદ 12મી સપ્ટેમ્બરના રોજ કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. આ દરમિયાન પીડિતાને ન્યાય અપાવવા પ્રજાપતિ સમાજની મિટિંગ પણ મળી. વિવિધ સ્તરે રજૂઆતો પણ થઈ હતી.
સુરત: ટીમલીયાવાડ ખાતે આવેલી મી એન્ડ મમ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોશી સામેની બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું છે. આજે હાઇકોર્ટે પ્રફુલ દોશી મારફત દાખલ કરવામાં આવેલી ક્વોશિંગ પિટિશન મંજૂર કરી હતી. પીડિતાએ પણ કોર્ટમાં સોગંધનામું રજૂ કરી કહ્યું હતું કે ફરિયાદ રદ કરવામાં આવે તો તેને વાંધો નથી. ડોકટર દોશી છેલ્લાં 42 દિવસથી જેલમાં હતા. આવતીકાલે કોર્ટ ઓર્ડર જેલ પર પહોંચે ત્યારબાદ મુક્ત હવામાં શ્વાસ લઇ શકશે. દરમિયાન આજે ડોકટર દોશી સામેની ફરિયાદ જ રદ થઈ ગઈ હોવાની ચર્ચા વાગુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -