સુરતઃ પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી અને આવી ચડ્યો પતિ, જાણો શું થયો મોટો ખુલાસો?
સુરતઃ શહેરના મોટા વરાછા ખાતે રહેતા યુવકે પિયર ચાલી ગયેલી પત્ની પ્રેમી સાથે રૂમમાં હતી, ત્યારે જ પોલીસને સાથે રાખીને રેડ પાડતાં પત્ની પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. આ પછી પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને પૂછપરછ કરતી યુવકની પત્ની અને યુવકને જવા દેવાયા હતા. જોકે, પોલીસ પૂછપરછમાં યુવતીએ મોટો ખુલાસો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, પ્રિયાના પતિનો આક્ષેપ છે કે, તેની પત્ની આઠ મહિના પહેલા દાગીના, રોકડ સહિત પાંચ લાખનો મુદ્દામાલ લઈને પિયર ચાલી ગઈ હતી. પતિ સમાજના લોકોની સાથે વાત કરી પ્રિયાના પરત લાવવા પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન પત્નીના પ્રેમપ્રકરણનો ખુલાસો થયો હતો.
પ્રિયા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેઓ છેલ્લા ચાર મહિનાથી લિવ-ઇન રિલેશનમાં રહે છે. તેનો પ્રેમી હીરાનો વ્યવસાય કરે છે. આ પછી પતિ-પત્ની અને પ્રિયાના પ્રેમીને અમરોલી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. અહીં તમામના નિવેદન લઈ પ્રિયા અને તેના પ્રેમીને જવા દેવાયા હતા.
દરમિયાન પ્રિયા સુરતમાં જ અન્ય કોઈ યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. આથી પ્રિયાના પતિએ પોલીસ અને સમાજના અગ્રણીઓને સાથે રાખી મોટા વરાછા ખાતે આવેલા ફ્લેટમાં રેડ કરતાં પ્રિયા અને તેનો પ્રેમી રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ પાલીતાણાના અને હાલ સુરતના કાપોદ્રામાં રહેતા યુવકના છ વર્ષ પહેલા પ્રિયા(નામ બદલ્યુ છે) સાથે લગ્ન થયા હતા. તેમને લગ્ન જીવન દરમિયાન પાંચ વર્ષની દીકરી પણ છે. જોકે, પતિ-પત્ની વચ્ચે વિખવાદ થતાં પ્રિયા આઠ મહિના પહેલા પતિનું ઘર છોડી પિયર ચાલી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -