સુરતઃ યુવતીને બેભાન કરીને સેક્સ માણનારા FB ફ્રેન્ડના ભાજપના ક્યા મંત્રી ને ધારાસભ્ય સાથેના ફોટા થયા વાયરલ, ધારાસભ્યે શું કહ્યું?
આ કારણે એવી વાતો વહેતી થઈ હતી કે, આ હિરેન ઝાલાવડિયા કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો ભત્રીજો થાય છે. વી.ડી. ઝાલાવડિયાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેની સરનેમ ઝાલાવડિયા છે એટલું જ છે. બાકી ભત્રીજાની વાત તો દૂર રહી તે મારો કોઈ સંબંધી પણ થતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિરેન સાથેની તેમની તસવીર અંગે તેમણે કહ્યું કે, જે તસવીર વાયરલ થઈ છે તે તેમની સાથે ગાંધીનગર ખાતે લેવાયેલી છે અને તેમાં મંત્રી કુમાર કાનાણી પણ છે. આ રીતે બહારથી આવતા લોકોને અમે મળતા હોઈએ છીએ પણ તેનો અર્થ તેમની સાથે સંબંધ છે એવો થતો નથી.
સુરત: સુરતની એક પરીણિત યુવતી સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરનારા યુવકે તેને ઘેનયુક્ત ચોકલેટ ખવડાવીને સેક્સ માણ્યું હતું. તેનો વીડિયો ઉતારી લઈ તેણે યુવતીને વારંવાર હવસનો શિકાર બનાવી હતી. એટલું જ નહીં પણ તેણે પોતાના મિત્રોને આ વીડિયો આપતાં તેમણે યુવતીને અલગ અલગ સ્થળે બોલાવીને સેક્સ માણ્યું હતું.
ચોથા આરોપી કલ્પેશ ડાખરાએ પણ પરીણિતાને પોતાની સાથે સેક્સ માણવા કહ્યું હતું. તેણે ધમકી આપી હતી કે, મને મળવા આવ નહીંતર વીડિયો ક્લિપ પ્રસિદ્ધ કરી દઈશ. આ ચાર આરોપી પૈકી એક આરોપી હિરેન ઝાલાવાડિયાના ભાજપના મંત્રી કુમાર કાનાણી અને ધારાસભ્ય વી.ડી ઝાલાવડિયા સાથે ફોટા વાયરલ થયા છે.
હિરેને તેના મિત્રો કાર્તિક ઉર્ફે અનિલ ઝડફિયા અને જિગ્નેશ ડાખરા (રહે: ન્યૂ શક્તિવિજય સોસાયટી, બરોડા પ્રિસ્ટેજ પાસે, વરાછા રોડ)ને પરિણીતાના મોબાઇલ નંબર આપતાં બંનેએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સમયાંતરે અલગ-અલગ જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો.
સરથાણા વિસ્તારમાં રહેતી આ પરિણીતાએ ચાર યુવાનો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેની સામે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં હિરેન મનસુખ ઝાલાવડિયા (રહે: સી-404, આસ્થા રેસિડેન્સી, અબ્રામા રોડ, મોટા વરાછા)એ ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી બળાત્કાર કર્યો હતો ને વીડિયો ઉતાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -