સુરતઃ પત્નીને છૂટાછેડા આપ્યા પછી પતિએ અલગ અલગ જગ્યાએ માણ્યું સેક્સ, જાણો પછી શું થયું?
સુરતઃ શહેરના અડાજણમાં સરોજ નાયડુ માર્કેટ પાસેની સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતીએ પોતાના પૂર્વ પતિ સામે બળાત્કારની ફરિયાદ કરી છે. પરિણીતાના વર્ષ 2012માં વિક્કી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, લગ્નના 4 વર્ષમાં બંને વચ્ચે તકરાર થતાં બંનેએ 2016માં છૂટાછેડા લીધા હતા. છુટાછેડા થયા પછી પણ પતિએ પત્નીને કહ્યું કે હુ તને મારી સાથે રાખવાનો છું, તેમ કહેતા પત્નીએ છૂટાછેડા થવા છતાં તેની સાથે રહેવા લાગી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅડાજણ પોલીસે પતિ સામે બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહિલાનો પતિ કાપડ માર્કેટમાં નોકરી કરે છે.
આ પછી પતિએ તેને અડાજણ અને ભટારના ઘરોમાં રાખી હતી. અહીં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, તેણીનું શોષણ કરીને બાદમાં ઝઘડો કરીને તરછોડી હતી. પતિએ ફરીથી તરછોડી દેતા યુવતીએ પતિ સામે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ કરતાં પતિને પત્નીને છૂટાછેડા પછી સાથે રાખવાની જીદ ભારે પડી ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -