વડોદરાના યુવાને સુરતની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લઈ ગયો હોટલમાં પછી શું થયું? જાણો વિગતે
મહિલાએ એક એનજીઓની મદદથી ઉમદા પોલીસ સ્ટેશનમાં ઈમરાન ઉર્ફે સમીરને પકડવા માટે એક પોલીસ ટીમ તરસાડી જવા માટે નીકળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા વિરોધ કરે તો તેને માર મારતો હતો અને પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપતો હતો. જોકે થોડા સમય બાદ મહિલાને ખબર પડી હતી કે સમીરનું અલ નામ ઈમરાન શમશેર ચૌહાણ છે.
સુરત: બરોડાના તરસાલીમાં રહેતા એક યુવાને ફેસબુક પર એક પરિણીતા મહિલા સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ તેને પ્રેમજાળમાં ફસાવીને હોટેલમાં લઈ જઈને અંગતપળોના ફોટો પાડીને આ યુવાન મહિલાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. અને વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યાર બાદ મહિલાને વાપી મળવા બોલાવી હતી અને બન્ને દમણની એક હોટલમાં ગયા હતાં જ્યાં કોઈ કેફી પીણું પીવડાવીને સમીન નામના યુવાને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને ફોટા પાડી લીધા હતાં. તે પછી આ યુવાને વારંવાર બ્લેકમેઈલ કરીને અલગ અલગ જગ્યા સુરત, દમણ અને બરોડાની હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજારતો હતો.
આ અંગે ભોગ બનનાર મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ અંગે જાણવા મણતી વિગતો મુજબ હાલમાં કતારગામ વિસ્તારમાં રહેતી એક 28 વર્ષની પરિણીત મહિલાને ફેસબુક પર એખ યુવકે યુવતીને મિત્રતા કરીન ફસાવી હતી.
મહિલા જ્યારે 2013માં વાપી ખાતે પતિ સાથે રહેતી હતી તે સમયે તેના એફબી પર સીમર ચૌહાણ નામના એક યુવકની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. પહેલા તો તેણી ધ્યાન આપ્યું નહોતું પણ ફરી બેથી ત્રણવાર રિકવેસ્ટ આવતાં તેણે સ્વીકારી લીધી હતી. પછી સમીર નામના યુવાને મહિલા સાથે એફબી અને વોટ્સએપના માધ્યમથી વાતો શરૂ કરી હતી અને તે મહિલાને પ્રેમ કરે છે તેમ કહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -