મૃત્યુ પહેલાં યુવતીએ પોલીસને કહ્યું, 'દિયર મારી છાતી દબાવતો, પ્રેગ્નન્ટ હોવાં છતાં પતિ પેટમાં લાત મારતો'
સુરતઃ લિંબાયતની એક યુવતીએ પતિ અને દિયરના ત્રાસથી કંટાળીને અગ્નિસ્નાન કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પરિણીત યુવતીએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધાં હતાં. યુવતીએ ડાઇંગ ડિક્લેરેશનમાં જણાવ્યું હતું કે, હું ગર્ભવતી હોવા છતાં મારો પતિ મારા પેટમાં લાત મારતો હતો. એટલું જ નહીં, તે દહેજની માગણી પણ કરતો હતો. યુવતીએ એવી કેફિયત આપી હતી કે, તેનો દિયર પણ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેની છાતી દબાવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદહેજ ન મળતાં સંદીપ ધમકી આપતો કે તને બોમ્બે રેલવે ટ્રેક પર ફેકાવી દઈશ. ડાઇંગ ડિક્લેરેશનમાં પૂજાએ તેમની સાસરીવાળા ન છોડવા વિનંતી કરી હતી. તેણે એવી પણ કેફિયત આપી હતી કે, તેઓને તેની કોઈ જ પરવા નહોતી. પૂજાએ પતિ સંદીપ સહિત દિયર મનોહર ઉર્ફે બંટી, સસરો ઈશ્વર અને સાસુ રેખા પણ માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પરિણીતાના ડાઇંગ ડિક્લેરેશનને આધારે ફરિયાદ નોંધી પતિ સહિત સાસરીયાના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. આ અંગે મળતી વિગતો પ્રમાણે પૂજા પાટીલે ચાર સપ્ટેમ્બરના રોજ બપોરે ઘરમાં કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારે ચાર વાગ્યે તેણીએ અંતિમ શ્વાસ લીધા હતાં. લિંબાયતના નિલગીરી વિસ્તારના મયુરનગરમાં રહેતી પૂજા પાટીલ(ઉ.વ.19)ના દોઢેક વર્ષ પેહલાં સંદીપ પાટીલ સાથે લગ્ન થયા હતા. સંદીપ રત્નકલાકાર છે. સંદીપ પૂજાને પિયરેથી 10 હજાર લાવવા દબાણ કરતો હતો. જે અંગે ઇનકાર કરતા માર મારતો હતો. પૂજાને પાંચ માસનો ગર્ભ હતો. આમ છતાં પતિ અને સાસરીવાળા તરફથી દહેજ લાવવા માટે દબાણ કરાતું હતું. પૂજાએ જે દિવસે અગ્નિસ્નાન કર્યુ તે દિવસે પણ તેના પતિએ સવારમાં બે વાર માર માર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -