સુરતઃ SVNIT કોલેજનો કર્મચારી યુવતીઓને ગંદા ઇશારા કરતો, જાણો પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2017 11:14 AM (IST)
1
સુરતઃ શહેરની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) કોલેજમાં યુવતીઓ સાથે સેક્સ્યુઅલ હરસમેન્ટની ઘટના બનતાં ભારે ચકચાર જાગી છે. આજ કોલેજમાં ડેઇલી વેજિસ પર કામ કરતાં કર્મચારીએ બે યુવતીઓની છેડતી કરતાં યુવતીઓએ કોલેજની વુમન સેલમાં ફરિયાદ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ અંગેની વિગત એવી છે કે, SVNITનો કર્મચારી સરસીયા બે સહકર્મી યુવતીઓને ગંદા ઇશારા કરતો હતો અને બહરા ફરવા લઈ જવાની વાત કરતો હતો. આ કર્મચારી એક યુવતીની છેલ્લા એક વર્ષથી જ્યારે અન્ય યુવતીની છ મહિનાથી પજવણી કરતો હતો. આ અંગે SVNITના વુમન સેલમાં ફરિયાદ થતાં હવે વુમન સેલ વધુ તપાસ હાથ ધરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -