સુરતઃ પુજારીએ ત્રણ બાળકો સાથે આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, પુજારીની ધરપકડ
આ અંગેની વિગોત એવી છે કે, નવસારી બજાર ગોપી તળાવ સામે આવેલા મંદિરમાં આચાર્ય વિરમુનિ શ્રી શીવાલય પાંડે મહારાજ છેલ્લા 15 વર્ષથી પુજારી છે. પુજારી કેટલાક બાળકોને ચોકલેટ અને પતંગના બહાને બોલાવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત : નવસારી બજાર સ્થિત એક મંદિરના પુજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટી વિરુદ્ધ કૃત્ય કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપી પુજારી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ગઈ કાલે મોડી રાત્રે ભોગ બનનાર ત્રણેય બાળકેને સિવિલ હોસ્પિટલ ખાસેત મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા.
પુજારી વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં પોસ્કો અને 377ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવી છે. આજે સવારે પુજારીને પણ મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે. બાળકોને હવે ફોરેન્સિક તપાસ માટે આજે લઈ જવાશે. બાળકોએ જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીએ અમારી સાથે ગંદુ કામ કર્યું હતું. જ્યારે પૂજારીએ જણાવ્યું હતું કે, ખોટી રીતે મારી વિરુદ્ધ આવી ફરિયાદ નોંધાવાઇ છે.
આવી જ રીતે તેણે આ ત્રણ બાળકોને બોલાવ્યા હતા અને તેમને લલચાવી-ફોસલાવીને તેમની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ ઘટના પછી ત્રણેય બાળકો અકળાઈને વાતો કરતા હતા. જેથી તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -