વેલ્સીની નજર સામે જ પ્રેમી સુકેતુએ ઉંઘેલા દિશીતની હત્યા કરી નાંખી
સુકેતુને દિશીતની કારની ચાવી વેલ્સીએ આપી હતી. અગાઉથી ઘડાયેલા પ્લાન મુજબ હત્યારા વેલ્સી અને તેની પુત્રી ફિયોનાને કોઈ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર નિકળી ગયા હતા. બંને કારને ઘરથી થોડે દૂર મૂકી ફરાર થઈ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતમાં થયેલી બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યાના કેસમાં મોટો ધડાકો થયો છે અને દિશીતના હત્યારા તેની પત્નિ વેલ્સીનો પ્રેમી સુકેતુ હોવાનું બહાર આવ્યું છે. સુકેતુ અને તેના ડ્રાઈવરે મળીને દિશીતની હત્યા કરી નાંખી હતી. બંને મુંબઈ ભાગી રહ્યા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા.
વેલ્સી જ પોતાના પ્રેમીને પહેલા માળે સૂઈ રહેલા પતિ પાસે લઈ ગઈ હતી. સુકેતુ તથા તેના ડ્રાઈવરે નિંદ્રાધીન દિશીતને ઉંધમાં જ ચપ્પુના ઘા ઝીંકી પતાવી દીધો હતો. દિશીતની હત્યા થઈ ત્યારે તેની પત્ની વેલ્સી ત્યાં હાજર હતી. તેની નજર સામે આ હત્યા કરાઈ હતી.
સુરત પોલીસે આ કેસમાં દિશીતની પત્નિ વેલ્સીની પણ ધરપકડ કરી છે. સુરતનાં એડિશનલ પોલીસ કમિશ્નર નિપુણા તોરવણેએ આ હત્યા કેસની વિગતો આજે જાહેર કરી હતી. પોલીસે આપેલી માહિતી પ્રમાણે દિશીતને સુકેતુ તથા તેના ડ્રાઈવરે ઉંઘમાં જ પતાવી દીધો હતો.
પોલીસે આપેલ માહિતી પ્રમાણે દિશીત રાત્રે પરિવાર સાથે પાછો ફર્યો પછી સૂઈ ગયો હતો. અગાઉથી ઘડાયેલા કાવતરા પ્રમાણે વેલ્સીનો પ્રેમી સુકેતુ તથા તેનો ડ્રાઈવર આવ્યા પછી વેલ્સીએ જ ઘરનો દરવાજો ખોલીને હત્યારાઓને અંદર આવવાં દીધા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -