સુરતઃ પાણી બતાવવા જતાં અઢી વર્ષનો દીકરો હાથમાંથી નદીમાં પડીને તણાઈ ગયો, બચવા માટે યુવકે ઘડી કાઢી કેવી કથા?
સુરતઃ વણેસા ગામના નિવ અપહરણ પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. નિવના પિતાએ ખુલાસો કર્યો કે, નિવને નેશન હાઈવે પર મીંઢોળા નદીના બ્રીજ પરથી પાણી બતાવી રહ્યો હતો ત્યારે અચાનક નિવ તેના હાથમાંથી છટકી ગયો હતો અને આ જ કારણે તેને અપહરણની કોટી વાર્તા ઊભી કરી હતી. જોકે નિવ અકસ્માતે નદીમાં પડી જવાની પાત પણ શંકા ઉભી કરી રહી છે કારણ હજુ સુધી નિવનો મૃતદેહ મળ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામની સીમમાંથી અઢી વર્ષના માસૂમ નિવનું અપહરણ બાદ તેને નદીમાં ફેંકી દેવાની ઘટનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. જો કે ત્રણ દિવસ બાદ સામાજિક આગેવાનો સમક્ષ નિશિતે એવી કબૂલાત કરી હતી કે તેણે પોલીસમાં કરેલી ફરિયાદ ખોટી છે. તેનાથી જ નિવ મીંઢોળા નદીમાં પડી ગયો હતો.
પરિવારને શું જવાબ આપવો તેની બીકે નિવતા પિતાએ અપહરણની વાર્તા ઘડી કાઢી હોવાની કબૂલાત કરી હતી. તેણે આગેવાનોને જણાવ્યુ હતું કે તે બાલમંદિરથી સીધો પુત્રને કારમાં બેસાડી નેશનલ હાઇવે નંબર 53 પર આવેલ પલસાણા તરફના મીંઢોળા નદીના બ્રિજ પર પાણી બતાવવા માટે ગયો હતો ત્યારે એક કાર પૂરઝડપે તેમની નજીકથી પસાર થતાં જ તે ગભરાય ગયો હતો અને નિવ હાથમાંથી છટકીને નદીમાં પડી ગયો હતો. પુત્ર નદીમાં પડી જતાં ઘરે શું જવાબ આપીશ તે અંગે વિચાર્યા બાદ તેણે સમગ્ર વાર્તા ઘડી કાઢી હોવાની પ્રાથમીક કબૂલાત કરી હતી. પોલીસે હાલ સમગ્ર ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે.
જો કે ત્રણ દિવસની શોધખોળ બાદ પણ નિવની કોઈ ભાળ મળી શકી નથી. બારડોલી અને સુરત ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ બારડોલીથી મીંઢોળા નદીના અંત સુધી શોધખોળ કરી હતી પરંતુ ત્રીજા દિવસે પણ બાળક મળી આવ્યું ન હતું. ત્યારે બાળક નદીમાં પડ્યું છે કે નહીં તે વિષે પણ શંકા પેદા થઈ રહી છે. પોલીસ દબાણમાં કામ કરી રહી હોય સાચી ઘટના સામે આવશે કે કેમ તે જોવું રહ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -