સુરતઃ NH-56 પર લક્ઝરી બસનો અકસ્માત, બેના મોત, 12થી વધુ ઘાયલ
સુરતઃ નેશનલ હાઈ-વે 56 ઉપર કિકવાડ ગામ નજીક વહેલી સવારે ખાનગી લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે. જ્યારે 12થી વધુ ઘાયલ થયા છે. બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વહેલી સવારે મહારાષ્ટ્રથી અમદાવાદ જતી સાગર ટ્રાવેલર્સની બસ નેશનલ હાઈ-વે 56 પર બારડોલી તાલુકાના કિકવાડ ગામ નજીક પલટી મારી ગઈ હતી. જેમાં 2 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બસ 56 જેટલા મુસાફરોને લઇ અમદાવાદ જઇ રહી હતી. વહેલી સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટના બાદ મુસાફરોની ચિચિયારીથી લોકો દોડી આવ્યા હતા.
લોકોની મદદથી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતમાં યોગેશ ગુલાબ ભાલેરાવ અને રાજુ બાબુલ નામના મુસાફરનું કરૂણ મોત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -