સુરતની નિશિતાનો ડંકો, AIIMS MBBS પ્રવેશ પરીક્ષામાં દેશભરમાં પ્રથમ ક્રમે
ઉલ્લેખનીય છે કે, એઈમ્સમાં એડમિશન માટે ગત 28 મેના રોજ દેશના અલગ અલગ સ્થળોએથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ 2.8 લાખથી વધુ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિશિતાએ જણાવ્યું હતું કે, એઈમ્સમાં સિલેક્શન થવાનો ભરોસો તો પહેલેથી જ હતો. જોકે, ટોપ કરવાનું વિચાર્યું નહોતું. મેડિકલમાં કરિયર બનાવવા માટે તેણીએ બાસ્કેટબોલ છોડી દીધું હતું. એઈમ્સના પરીક્ષા નિયામક ડો. અશોક કુમાર જરયાલે જણાવ્યું હતું કે, આ વર્ષે લેવાયેલી પરીક્ષામાંથી 4,905 સ્ટુડન્ટ પાસ થયા છે. પ્રથમવાર ન્યૂ દિલ્હી એઈમ્સમાં 100 સ્ટુન્ડને લેવામાં આવશે.
નિશિતાનો ભાઈ અંશુલ મુંબઈ આઈઆઈટીનો સ્ટુડન્ટ હતો. હાલમાં તે અમેરિકામાં કામ કરી રહ્યો છે. જેમાંથી નિશિતા પ્રેરણા મેળવતી હતી. નિશિતાએ રાજસ્થાનના કોટા સ્થિત એલેન ઈન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો હતો.
નિશિતાએ ધોરણ-12 સીબીએસઈમાં 91.4 ટકા મેળવ્યા હતા. નિશિતાને બાસ્કેટ બોલ રમવાનો ખૂબ જ શોખ છે અને નેશનલ પ્લેયર પણ રહી ચૂકી છે. નિશિતાના પિતા નિર્મલ પુરોહિત આઈઆઈટીના સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેઓ ઓડિશાની એક કંપનીમાં પ્રેસિડન્ટ છે. જ્યારે નિશિતાની માતા ફાર્મસીમાં ગ્રેજ્યુએટ છે જેઓ હાલ હાઉસ વાઈફ છે.
આ પરિક્ષામાં દેશભરમાંથી 2 લાખ 84 હજાર 737 સ્ટુડન્ટ જોડાયા હતાં. જેના પરિણામમાં સુરતનો ડંકો વગાડતાં એઈમ્સના જાહેર થયેલા રિઝલ્ટમાં સુરતની નિશિતા પુરોહિત ઓલ ઈન્ડિયામાં ટોપ પર રહી છે.
સુરતઃ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા 28 મેના રોજ લેવાયેલી એમબીબીએસ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2017નું ગુરૂવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશભરમાં આવેલી એઇમ્સની સાત કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવેલી એક્ઝામમાં સુરતની નિશિતા પુરોહિતે પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેશભરમાં પ્રથમ રહેનારી નિશિતા પુરોહિતે ચાલુ વર્ષે લેવાયેલી સીબીએસઈની ધોરણ-12ની પરીક્ષામાં પણ 91.4 ટકા મેળવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -