સુરત બળાત્કાર કેસમાં જશ લેવા મુદ્દે 2 IPS વચ્ચે તડાફડી, એકે કહ્યુઃ આપ ગલત કર રહે હો. બીજાએ કહ્યુઃ યુ આર રોંગ.......
ડીસીપી ભદ્રને સામે એવો ખુલાસો કર્યો કે, સુરત દુષ્કર્મની માહિતી ગઈકાલે ગૃહમંત્રીએ મીડિયાને આપી હતી અને અમે પણ એ રીતે જ આપી રહ્યા છીએ. આ મુદ્દે બંને વચ્ચે લાંબી દલીલબાજી થઈ હતી અને શર્માએ આગ્રહ રાખ્યો હતો કે, ક્રાઈમ બ્રાંચ મીડિયાને બહાર કાઢે પણ ભદ્રન એ માટે તૈયાર નહોતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતમાં બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ એ કેસ તો ઉકેલાઈ ગયો પણ આ મામલે રાજ્યના હે ઉચ્ચ પોલીસ અધિકારી આમનેસામને આવી ગયા છે. આ બંને આઈપીએસ અધિકારીઓ છે ને બંને વચ્ચે શનિવારે મીડિયાની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી.
સુરતનો આ કેસ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે સુરત પોલીસ કમિશનર સતિષ શર્મા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આઈપીએસ અધિકારી દીપેન ભદ્રન આમને સામને આવી ગયા હતા. શનિવારે બંને વચ્ચે મીડિયાની હાજરીમાં જ તુ તુ મૈં મૈં થઈ ગયું હતું.
આ સાંભળી સુરતના પોલીસ કમિશ્નરે બળાપો કાઢતાં કહ્યું કે, તુમ્હારી ક્રાઈમ બ્રાન્ચ જ સબ ઈન્ફર્મેશન દે રહી હૈ અને સુરત પોલીસનો કોઈ ઉલ્લેખ કરતા નથી. એકલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જ જશ લઈ જવા માગે છે. ડીસીપીએ કહ્યું કે, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, સર યુ આર રોંગ.
સુરતના પોલીસ કમિશ્નર શર્માની ફરિયાદ હતી કે, સુરત દુષ્કર્મ મામલે એકલી ક્રાઈમ બ્રાન્ચ જશ લઈ જવા માગતી હોય તે રીતે વર્તી રહી છે. શર્મા દ્વારા આ મુદ્દે અડધો કલાક સુધી ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચમાં મીડિયાની હાજરીમાં થયેલા નાટકમાં ખુદ રાજય પોલીસ વડાએ વચ્ચે પડવું પડયું હતું.
શનિવારે ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રન સુરત દુષ્કર્મ મામલે મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માનો ફોન આવ્યો હતો. તેમણે સવાલ કર્યો કે, મીડિયાને તમે જ બધી માહિતી આપી દેશો ? આપ જો કર રહે હો વો ગલત હૈ.
ડીસીપી ભદ્રને સામે કહ્યું કે, મીડિયાના લોકો ઓફિસની બહાર ઊભા હોય ત્યારે તેમને કેવી રીતે બહાર કઢાય ? શર્માએ સામે એવો સવાલ કર્યો હતો કે, મીડિયાના લોકો તમારી પ્રોપર્ટીમાં તમારી મંજૂરી વિના કેવી રીતે ઊભા રહી શકે ? તેમને બહાર કાઢો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -