સુરત જૈનાચાર્યે 19 વર્ષની છોકરી સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલીને કર્યો ચોંકાવનારો દાવો ? જાણો વિગત
સુરત: સુરતમાં 49 વર્ષીય જૈન આચાર્ય શાંતિસાગરે 19 વર્ષની વિદ્યાર્થિની સાથે સેક્સ માણ્યું હોવાનું કબૂલી લીધું છે. જો કે તેમણે યુવતી સાથે બળજબરીથી શારીરિક સંબધ બાંધીને સેક્સ માણ્યું હોવાનો ઈન્કાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, યુવતીની મરજીથી તેમણે તેની સાથે સેક્સ માણ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાનપુરા દિગંમ્બર જૈન મંદિરના શાંતિસાગર (ગિરિરાજ સજ્જનલાલ શર્મા, ગુના, મધ્યપ્રદેશ)ના આશીર્વાદ માટે મધ્યપ્રદેશના પરિવાર સાથે આવેલી વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીનીને મંત્રજાપના બહાને રાત્રિ રોકાણ કરાવી બળજબરીપૂર્વક સેક્સ માણવાની ઘટનાએ જૈન સમાજમાં ખળભળાટ મચાવ્યો છે.
શાંતિસાગરની કબૂલાતને મહિલા તબીબે એમએલસી નોટમાં નોંધી છે. તબીબે આરોપી આચાર્યને કહ્યું કે તેઓ તો દિગંબર સાધુ છે. તેમણે તો તેમ ના કરવું જોઈએ. તેવું કેમ કર્યું ? આ સવાલના જવાબમાં આરોપી આચાર્ય મૌન થઇ ગયા અને માથુ શરમથી ઝૂકી ગયું હતું. આ બાબતની નોંધ એમએલસી રજિસ્ટરમાં પણ કરાઇ છે.
શાંતિસાગરે એવો દાવો કર્યો કે, તેમણે જીવનમાં પહેલીવાર કોઈ સ્ત્રી સાથે સેક્સ માણ્યું છે. છોકરીએ ઈન્કાર ના કરતાં તે આગળ વધ્યા અને તેમણે એક કલાક સુધી તેની સાથે સેક્સ માણ્યું હતું. શનિવારે મોડી રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ દરમિયાન શાંતિસાગરે, યુવતી સાથે બધુ સંમતિથી થયું હતું તેવું લખાવ્યું હતું.
શાંતિસાગરે કહ્યું કે, સબ કુછ મરજી સે હુવા હૈ. તેમણે કબૂલ્યું કે, સુરત ટીમલિયાવાડ નાનપુરા ધર્મશાળા ખાતે છોકરી સાથે તે રૂમમાં એકલા હતા ત્યારે તેમણે છોકરીના શરીરે હાથ ફેરવવા માંડ્યો પછી છોકરીએ ઈન્કાર નહોતો કર્યો. તેમણે છોકરીની મરજીથી જ 1 ઓક્ટોબર 2017ના દિવસે શારિરિક સંબંધ બાંધ્યો હતો.
શાંતિસાગરને સિવિલ હોસ્પિટલમાં લવાયા ત્યારે ફરજ પરના તબીબની હાજરીમાં આરોપીએ કહ્યું કે તે છોકરીને છેલ્લા 5થી 6 મહિનાથી ઓળખે છે. છોકરી પરિવારની સાથે સુરતમાં મળવા માટે પહેલી વાર આવી હતી. તેમણે મંત્રજાપ કરવા માટે જ છોકરીને રોકી હતી પણ છોકરીને જોઈને તે તેની તરફ આકર્ષાયા હતા.