વલસાડઃ યુવકે યુવતી સાથે ચાર અલગ અલગ જગાએ શારીરિક સંબંધો બાંધીને પછી શું કર્યું ?
વલસાડઃ કપરાડાના અનાલા ગામના યુવાને ગોધરકુવાની યુવતીને ચાર ચા દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરી દેતાં યુવતીએ પ્રેમી યુવક સામે ભળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ગોધરકુવાની પ્રિયા(નામ બદલ્યું છે) મોબાઇલથી અનાલાના કેવલ અનીલભાઈ ઘોડીયા પટેલના સંપર્કમાં આવ્યા હતા. ફોનથી મિત્તરા થયા પછી બંને મળવા લાગ્યા હતા અને કેવલે પ્રિયાને લગ્ન કરી પત્ની બનાવવાનું વચન આપ્યું હતું.
લગ્નનું વચન આપી કેવલ પ્રિયાને 17 જૂને ઘરેથી ભગાડી ગયો હતો. તેને ભગાડીને દેગામમાં ફોઇના ઘરે લઈ ગયો હો. અહીં તેઓ એક રાત રોકાયા પછી અનાલા લઈ ગયો હતો. અહીં તેઓ પાંચ દિવસ રોકાયા હતા. જ્યાં કેવલે અવાર-નવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
દરમિયાન પ્રિયાને તાવ આવી જતાં તેને ઘરે મૂકી આવ્યો હતો. આ પછી પ્રિયાએ કેવલને અનેકવાર ફોન કર્યો હતો અને લગ્ન કરવા માટે કહ્યું હતું. જોકે, કેવલે લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા પ્રિયાએ કેવલ સામે ફરિયાદ કરતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -