સુરત: ભાજપના કયા MLAની ઓફિસ બહાર ખુરશીઓથી થઈ મારામારી, કોણે કર્યો પથ્થરમારો, જાણો વિગત
વિધાનસભાની ચૂંટણીને લઇ ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે આવા માહોલમાં હવે છમકલા પણ થવા માંડ્યા છે. સુરતના વરાછા, કાપોદ્વા, પૂણા, સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ભાજપ અને પાસના કાર્યકરો સામસામે આવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી આ બંને પક્ષો વચ્ચે નાની મોટી મારામારી કહો કે તૂં તૂં મૈં મૈં થઇ રહી છે. પાસના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે નીકળતાં ભાજપના નેતાઓ અને કાર્યકરોનો ઘેરો ઘાલી હુરિયા બોલાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત: સુરતના વરાછામાં ચૂંટણી પૂર્વે ભાજપ અને પાસના કાર્યકરો વચ્ચે છમકલાએ તંત્રની ઊંઘ હરામ કરી નાંખી હતી. પાસના એક કાર્યકરના બંને હાથ તોડી નાંખવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રવિવારે રાતે ભાજપના સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીના કાર્યાલય પાસે જ હંગામા સાથે પથ્થરબાજી કરવામાં આવી હતી.
બાઇક ઉપર આવેલા 15 જેટલા શખ્શોએ સૂત્રોચ્ચાર કરી ખુરશીઓ ઉછાળવા સાથે પથ્થરો ફેંક્યા હતાં જેના કારણે ભાજપના એક કાર્યકરનું માથું ફૂટી ગયું હતું. જોકે, ત્યારબાદ ભાજપના કાર્યકરો મારવા દોડતાં ટોળું ફરાર થઇ ગયું હતું. આ ઘટના બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
સરદાર જયંતીની આગલી રાતે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસ પાસે ઝપાઝપી થઇ હતી. ત્યારબાદ મોટા વરાછા અને પૂણા બોમ્બે માર્કેટ રોડ ઉપર આ બન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તેવું સ્થાનિકો દ્વાર જાણવા મળ્યું હતું. શનિવારે સવારે પાસના કાર્યકર કૃણાલ સરધારા ઉપર હુમલો કરી બંને હાથે ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી.
ભાજપ કાર્યાલયે હંગામો કરનારા પાસના કાર્યકરો હોવાનું કહેવાય છે. ગઇકાલે કૃણાલ ઉપર હુમલો કરનારાઓ પૈકી બે જણા કાનાણીના કાર્યાલયે બેઠા હોવાની વાત ફેલાતાં આ ટોળું ત્યાં પહોંચ્યું અને માથાકૂટ કર્યાની વાત પણ વહેતી થઇ હતી.
હંગામો અને પથ્થરબાજીની આ ઘટના બાદ પોલીસનો કાફલો હીરાબાગ પહોંચ્યો હતો. ચાર પીઆઇ, બે એસીપી, એક ડીસીપી સહિત સો જેટલા પોલીસ કર્મચારીઓ હીરાબાગ વિસ્તારમાં ઉતરી પડ્યા હતા. ભાજપ કાર્યાલયે થયેલી માથાકૂટના પડઘારૂપ અન્ય કોઇ અનિચ્છનીય બનાવ નહીં બને એ માટે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.
ટોળાએ કાર્યાલય આગળ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બાઇક ઉપર પાછળ બેસેલા યુવકો ઉતર્યાં હતા અને તેમણે કાર્યાલયની બહાર મુકેલી ખુરશીઓ ઉછાળી હતી. આ જોઈ ભાજપના કાર્યકરો તેમની પાછળ દોડ્યા હતા. બાઇક ઉપર આવેલા યુવકોએ જતાં જતાં કાર્યાલય તરફ પથ્થરો ફેંક્યા હતા. જેમાં બે કાર્યકરોને ઈજા પહોંચી હતી.
શનિવારની આ ઘટના બાદ રવિવારે રાતે પાસના કહેવાતા કાર્યકરો દ્વારા ફરી કુમાર કાનાણીના ચૂંટણી કાર્યાલયને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. હીરાબાગ વિસ્તારમાં આવેલા આ કાર્યાલયે ભાજપના પચાસથી સાંઈઠ કાર્યકરો બેસી પ્રચારની રણનીતિ ઘડી રહ્યા હતા તે દરમિયાન બાઈક ઉપર બારથી 15 જેટલા યુવકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -