સોનગઢ અને વ્યારામાં આભ ફાટ્યું, ડાંગમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં મેઘો મહેરબાન થતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની મહેરથી પ્રજાજનોની સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઇ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, વલસાડ, ડાંગ, સોનગઢ સહિતના ક્ષેત્રોમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રાજ્યના 21 જિલ્લાનાં 86 તાલુકામાં વરસાદ પડ્યો છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે સેલવાસના મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. જેના કારણે નદી કિનારે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
સોનગઢમાં 134 ઘરમાં 545 લોકો અસરગ્રસ્ત બન્યાં છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ ભેખડો ધસી પડી છે જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હિલસ્ટેશન સાપુતારામાં પણ ધુમ્મસિયું વાતાવરણ જોવા મળ્યું છે.
દમણગંગા નદીમાં પણ વરસાદના પાણીની આવક વધતાં મધુબન ડેમના દરવાજા ખોલી દેવાની ફરજ પડી છે. ડેમમાં 36 હજાર ક્યૂસેક ઈનફ્લો નોંધાવા માંડ્યો છે. ભારે વરસાદને લીધે તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં જનજીવનને અસર પહોંચી છે. ડાંગમાં સંખ્યાબંધ સ્થળે નીચા પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં 2006 બાદ 2018માં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.
ડાંગ જિલ્લાના વઘઈમાં 10 ઈંચ, સુબીરમાં 8 ઈંચ, આહવામાં 7 ઈંચ, સાપુતારામાં 5 ઈંચ, વાલોડમાં 1 ઈંચ, ડોલવણમાં 3 ઈંચ, વ્યારામાં 3 ઈંચ સહિત સમગ્ર જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં આવેલો ડોસવાડા ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં ડેમની સપાટી 123.44 ફૂટ નોંધાઈ હતી. ભારે વરસાદને કારણે ગણદેવીના કાંઠા વિસ્તારના 26 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સોનગઢ નગરની હાલત કફોડી બની ગઈ છે. સોનગઢના નીચાણવાળા વિસ્તારના રસ્તા ઉપર જાણે તોફાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ડાંગમાં અંબિકા નદીમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના ધોધ વહેતા થઈ ગયા છે. 16 જેટલા કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતાં. સવા 10 ઈંચ જેટલા વરસાદને લીધે સોનગઢ ટાઉન પાણી-પાણી થઈ ગયું હતું.
સુરત: ગુજરાતનાં બીજા તમામ વિસ્તારોને તરસતા રાખીને મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં શનિવારે મન મુકીને વરસ્યા હતો. સોનગઢ, વ્યારામાં આભ ફાટ્યું હોય એમ 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાપી જિલ્લામાં સોનગઢ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. શનિવારે મળસ્કે 4થી 6 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -