સુરતઃ અલ્પેશ કથીરિયા સામે સુરત ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં શું કરી અરજી? જાણો વિગત

આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસ કમિશનર સતીષ શર્માએ અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ થાય તે માટે કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. આ સંકેત મુજબ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર જી.પી. પટેલ દ્વારા અલ્પેશ કથીરીયાના જામીન રદ્દ કરવા કોર્ટમાં અરજી કરી હતી. અરજી સાથે ડિજિટલ પુરાવા પણ રજૂ કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ ઉપરાંત પોલીસ મથકના લોક-અપમાં પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હતો. પોલીસ સાથે ખરાબ વર્તન કરી પોલીસ પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારભર્યા શબ્દો ઉચ્ચારતાં પોલીસ કમિશનરે તેની ગંભીર નોંધ લીધી હતી.

અલ્પેશ કથીરિયાએ ગયા અઠવાડિયે અગાઉ વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં મગજમારી કરી હતી. તેણે વ્હીકલ ઉપાડવાને મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે જાહેરમાં જીભાજોડી કરી હતી. જાહેરમાં થયેલી ભાંજગડ દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીઓને માર મારવા પબ્લિકને ઉશ્કેર્યા હતા તેવો આક્ષેપ પોલીસે કર્યો છે.
સુરતઃ રાજદ્રોહના ગુનામાં તાજેતરમાં જામીન મુક્ત થયેલા અલ્પેશ કથીરીયાએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ કરવા સુરત ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં અરજી કરી હતી. ક્રાઇમ બ્રાંચ દ્વારા થયેલી અરજીમાં અલ્પેશે જામીનની શરત નંબર 2 અને 5નો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -