સુરતઃ પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી યુવતીને સસરા જોઇ ગયા ને પછી આવ્યો કરુણ અંજામ
પ્રવિણભાઈએ જણાવ્યું હતું કે, પોતાની પુત્રવધૂનો પ્રેમી તેઓ પાછળ જાય તે પહેલાં ત્યાંથી નીકળી ગયો હતો. આથી તેમણે પુત્રવધૂના આ કરતૂત અંગે દીકરાને જાણ કરી હતી અને તેને ઘરે બોલાવી લીધો હતો. તેઓ ઘરે આવ્યા ત્યારે શિવાનીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ પછી તેઓ ઘરનો દરવાજો તોડી અંદર ગયા, પરંતુ પુત્રવધુએ પોતાના રૂમના પંખા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવાનીએ પ્રેમ પ્રકરણ પકડાઈ જતાં આપઘાત કરી લીધો છે, ત્યારે આ અંગે વધુ વિગતો પણ સામે આવી છે. ઉધના વિસ્તારમાં આવેલી ધર્મયુગ સોસાયટીમાં રહેતા ધર્મેશ કડીવાલા સાથે પણ શિવાનીનું અગાઉ પ્રેમપ્રકરણ ચાલુ હતુ. આ પ્રકરણ પણ બધાની4 સામે આવી ગયું હતું. જોકે, ત્યારે બન્નેના પરિવારજનો વચ્ચે સમાધાન માટે એક મીટિં થઈ હતી. આ સમયે શિવાનીએ ફરીથી તે આવું નહીં કરે તેમ જણાવતા સમાધાન કરવામાં આવ્યું હતું. પુત્રવધૂનો પ્રેમી તો ફરાર થઈ ગયો છે, પરંતુ તેના રૂમમાં ટિફિન અને બૂટ પડ્યા રહ્યા છે.
શિવાનીના સસરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ નોકરીએથી બપોરે તે ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે શિવાનીએ દરવાજો ખોલવામાં વાર લગાડી હતી. આ અંગે તેને પુછતા. શિવાની રૂમમાં જતી રહી હતી. જેથી તેઓ પણ તેની પાછળ પાછળ ગયા હતા, જ્યાં પલંગ નીચે એક ટિફિન અને યુવકનો પગ નજરે પડ્યો હતો. તેમને કોઈ સંતાયુ હોવાનું જણાતા આ શખ્સને પલંગ નીચેથી ખેંચી બહાર કાઢ્યો હતો. જોકે, આ શખ્સ બહાર આવતાની સાથે જ ભાગી ગયો હતો. જેને પકડવા તેઓ યુવક પાછળ ગયા હતા. દરમિયાન શિવાનીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની વધુ વિગતો એવી છે કે, મળતી માહિતી અનુસાર, રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલા પાર્ક એવેન્યુ એપાર્ટમેન્ટમાં મીલમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં પ્રવિણભાઈ(નામ બદલ્યું છે)નો પરિવાર રહે છે. પ્રવિલણભાઈના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલાં શિવાની(નામ બદલ્યું છે) સાથે થયા હતા. આ લગ્નજીવનમાં તેમને એક ચાર વર્ષનો પુત્ર છે. આજે પુત્ર સ્કૂલે, જ્યારે પતિ અને સસરા નોકરીએ ગયા પછી પરિણીતાનો પ્રેમી તેને મળવા આવ્યો હતો. દરમિયાન સસરા આવી જતાં આ સમગ્ર પ્રેમપ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો.
સુરતઃ શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોતાના પ્રેમી સાથે પરિણીતા રૂમમાં હતી, ત્યારે જ સસરા આવી ચડતાં પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સસરા પુત્રવધૂના પ્રેમીને પકડવા જતાં પ્રેમી ભાગી હતો. દરમિયાન પુત્રવધૂએ આ પગલું ભરી લીધું હતું. હાલ પરિણીતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -