સુરતઃ પ્રેમમાં પાગલ યુવકને પરિણીતાએ લગ્ન કરવાનો કરી દીધો ઇનકાર, પછી યુવકે શું કર્યું?
હજીરા પોલીસના જણાવ્યા પ્રમાણે મોટાવાડા સ્ટ્રીટ ખાતે રહેતી પરિણીતાએ લગ્ન માટે ઇનકાર કરતી દેતાં અનિલે તેની સાસરી અને પિયરમાં જઈને પલંગ, કપડા અને વાસણો ઘરની બહાર ફેંકી દીધા હતા અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં, મોટરસાઇકલ પણ સળગાવી દીધું હતું. આ અંગે પરિણીતાએ હજીરા પોલીસ સ્ટેશનમાં અદાણી પોર્ટ ખાતે નોકરી કરતાં અનિલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ઓલપાડ તાલુકાના ટકારમા ગામનો અનિલ ચૌહાણ હજીરાની પરિણીતાના એક તરફી પ્રેમમાં હતો. તેણે પરિણીતાને પ્રેમસંબંધ બાંધવા અને લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું હતું. જોકે, પરિણીતાએ ઇનકાર કરી દેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને પરિણીતાના પિયર અને સાસરીમાં તોફાન કર્યું હતું.
સુરતઃ હજીરા ગામમાં રહેતી એક પરિણીતાએ એક તરફી પ્રેમમાં પાગલ યુવકથી કંટાળીને પોલીસ ફરિયાદ કરી છે. આ યુવક પરિણીતાને પ્રેમસંબંધ અને લગ્ન માટે દબાણ કરતો હતો. જોકે, પરિણીતાએ ઇનકાર કરતાં તેને તોફાન મચાવી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -