'ભાજપને 5 વિસ્તારમાં કાર્યક્રમની મંજૂરી ના આપતા, બાકી કંઈ થાય તો અમને કહેતા નહીં', પાસ દ્વારા પોલીસને ક્યાં અપાઈ આ ચીમકી ?
સુરતઃ ગુજરાતમાં ભાજપ સરકાર પાટીદારોને મનાવવા માટે મથામણ કરી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ ભાજપ સામે બાંયો ચડાવી છે. સુરતના પાસના આગેવાનોએ પાંચ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને એક પત્ર લખીને ભાજપને પોતાના વિસ્તારમાં નહીં પ્રવેશવા દેવા વિનંતી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રમાં એમ પણ જણાવ્યું છે કે આમ છતાં જો મંજૂરી આપવામાં આવશે અને કોઈ અનઇચ્છનીય બનાવ બને તો તેના માટે સરકાર જવાબદાર રહેશે. પાસનું આ આક્રમક વલણ જોતાં આગામી સમયમાં પાટીદારો ફરી સક્રિય બનીને ભાજપને ભિડાવવા માટે પ્રયત્ન કરશે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
આવા સમયે પાટીદારોના પ્રભુત્ત્વવાળા વિસ્તારોમાં ભાજપના કાર્યક્રમ યોજાય તો ઘર્ષણ થવાની પૂરી શક્યતા છે તેથી ભાદપને આ વિસ્તારોથી દૂર રખાય. આ વાતને ધ્યાને શહેરની શાંતિ જાળવવા માટે પાટીદારોના પ્રભુત્ત્વવાળા આ વિસ્તારમાં ભાજપના કાર્યક્રમને મંજૂરી ન આપવાની રજૂઆત કરી છે.
પાસના સુરતના આગેવાનો અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા અને અમરોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે પાટીદાર અનામત આંદોલન છેલ્લાં બે વર્ષથી ચાલી રહ્યું આજે પણ આ આંદોલન ચાલુ જ છે.
આ પાટીદારોએ લખેલા પત્રમાં પોલીસને ચીમકી પણ આપવામાં આવી છે કે, પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપના કોઈ પણ કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે નહીંતર કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. આ અંગે પાસ દ્વારા ઉગ્રતાથી રજૂઆત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -