બારડોલીઃ સાથે કામ કરતાં યુવક સાથે યુવતીને બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું આવ્યો અંજામ?
રામબાબુના વારંવાર દબાણ છતાં ચંદાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દેતા ઉશ્કેરાયેલા રામબાબુએ ચંદાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી લાશ ખેતરમાં ફેંકી દીધી હતું. આ અંગે યુવતીની માતાની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબારડોલીઃ તાલુકાના ભુવાસણ ગામે ગત 14મી ઓગસ્ટે ખેતરમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. આ યુવતીની ઓળખ થઈ છે અને તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું પણ સામે આવ્યું છે. તેની માતાએ ફરિયાદ આપતા અને હત્યા સરભોણ ગામની કંપનીમાં કામ કતાં ઈસમે કર્યાનું જણાવતાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, કંપની બંધ થઈ જતા છેલ્લા એક મહિનાથી ચંદા માતા પાસે આવી ગઈ હતી. જોકે, રામબાબુએ તેનો પીછો છોડ્યો નહોતો અને તેને મળવા માટે બોલાવતો હતો. તેમજ લગ્ન માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, લગ્ન ન કરે તો મારી નાંખવાની ધમકી આપતો હતો.
યુવતીની માતા જીજાબાઈ ભીખા દેવરામ પવારે ઓળખ સાડી અને બ્લાઉસ પરથી કરી હતી. તેની માતાએ આપેલી માહિતી પ્રમાણે ચંદા ત્રણ મહિના પહેલા સરભોણ ખાતે આવેલી હાઈટેક કંપનીમાં કામ કરતી હતી. અહીં તે રામબાબુ નેપાલીના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.
બારડોલીના ભુવાસણ ગામેથી નરેન્દ્રભાઈ વાસુદેવભાઈ પટેલના ખેતરમાંથી ગત સોમવારે 35 વર્ષીય યુવતીની લાશ મળી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે યુવતીની ઓળખ થઈ હતી. લાશ ચંદાબહેન નાનાભાઈ તખ્તુભાઈ સિંદે (રહે. ગાંધીરોડ, અક્સા મસ્જિદની સામે ખુલ્લા મેદાનમાં, બારડોલી)ની હોવાનું બહાર આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -