સુરતઃ સીટ આપવાના બહાને ચાલુ ટ્રેનમાં યુવતી પર વેઈટર ગુજાર્યો બળાત્કાર, શું છે ફરિયાદ?
આ અંગેની વિગતો એવી છે કે, ગત નવમી જૂને મુંબઈના બાન્દ્રાથી નર્સિંગ સાથે સંકળાયેલી 32 વર્ષિય પરિણીત યુવતી તેની બહેનપણી સાથે જયપુર જવા નીકળી હતી. બાન્દ્રા અરવલ્લી ટ્રેન નંબર 19707માં નીકળેલી મહિલાની ટીકિટ કન્ફર્મ નહોતી. આથી તે સીટ માટે પ્રયાસ કરતી હતી. દરમિયાન પેન્ટ્રી કારમાં વેઈટર તરીકે કામ કરતાં અઝહરે તેનો સંપર્ક સાધ્યો હતો અને ટીકિટ અપાવી દેવાની લાલચ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબળાત્કાર પછી તેણે યુવતીને ધમકાવી હતી અને કહ્યું હતું કે, કોઈને કહેશે તો જાનથી મારી નાખી નીચે ફેંકી દઈશ. અઝહરે યુવતીની બહેનપણીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બંને ડરી ગયા હતા અને ટ્રેન જયપુર રહી ત્યાં સુધી ચુપ રહ્યા હતા.
જોકે, જયપુર પહોંચતા જ યુવતી ભયમુક્ત બની ગઈ હતી અને ટ્રેન આગળ નીકળી ગઈ હોવાથી યુવતીએ જયપુરમાં જીરો નંબરથી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ જયપુર પોલીસે ફરિયાદ જીરો નંબરથી ટ્રાન્સફર કરી સુરત પોલીસને મોકલી આપી હતી. જેથી સુરત રેલવે પોલીસે આઈપીસીની 376 મુજબની ફરિયાદ નોંધી પીઆઈ ગામીતે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ બાંદ્રા અરવલ્લી ટ્રેનમાં વેઈટરે સીટ અપાવવાના બહાને 32 વર્ષીય યુવતી પર વેઇટર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સમાચે આવી છે. મુંબઈથી નીકળેલી યુવતી ટ્રેનમાં સફર કરતી હતી, ત્યારે સુરત રેલવે સ્ટેશને વેઈટરે સીટ અપાવવાના બહાને પેન્ટ્રી કારમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. વેઇટરે યુવતીને કોઈને વાત કરશે, તો ટ્રેનમાંથી બહાર ફેંકી દેશે તેવી ધમકી પણ આપી હતી.
આ પછી અઝહરે બદદાનતથી યુવતીને પેન્ટ્રી કારમાં બોલાવી હતી. આ પહેલાં યુવતીને વિશ્વાસમાં લેવા માટે તેણે કહ્યું હતું કે, ટીસી સાથે ટીકિટના મુદ્દે વાત થઈ ગઈ છે અને સીટ મળી જશે. આથી યુવતી પેન્ટ્રી કારમાં ગઈ હતી. જ્યાં જતાં જ વેઇટર અઝહરે યુવતીને બાહુપાશમાં લઈ લીધી હતી અને ચાલું ટ્રેને પેન્ટ્રી કારમાં જ બળાત્કાર ગુજાર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -