સુરતઃ પરિણીત યુવતીને યુવક સાથે બંધાયા સેક્સ સંબંધ, જાણો પછી શું થયું?
માહિતી મળતા વર્ષાબેનના પતિ તેમજ પુત્રએ સંબધી સાથે દોડી આવી મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. સોમવારે ખેતરમાં શેરડીને પાણી પીવડાવવા માટે મજૂરોએ લાશ જોતા ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર શહેર પોલીસની હદની નજીક હોવાથી સુરત પોલીસ આવી હતી. બાદ કામરેજ પોલીસને જાણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ શહેરના લંબેહનુમાન રોડ પર મારૂતિ ચોક ખાતે આવેલા નિલકંઠ સોસાયટીમાં રહેતી વર્ષા ઝાલા પોતાના બાળકીઓને થોડીવારમાં આવું છું, તેમ કહીને ઘરેથી નીકળી હતી. જોકે, પરિણીતા રાત સુધી ઘરે પહોંચી નહોતી. જેથી પતિ અને સંબંધીઓએ પરિણીતાની તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બીજા દિવસે પોલીસને લાશ મળતા યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.
મહિલાના ગળાના ભાગે ટૂંપો આપ્યા બાદ, કટર વડે ગળુ રહેંસી નાંખી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. મરનાર વર્ષાબહેનની લાશ પાસેથી પોલીસે કટર તથા ચપ્પુ પણ કબજે કર્યું છે. વર્ષાબહેનના માથા પાસેથી જમરૂખ પણ મળી આવ્યું હતું. વર્ષાબહેનના બ્લાઉઝમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાંથી નંબર મેળવી વર્ષાબહેનની બહેન ગીતાબહેનને ફોન કરાયો હતો.
સોમવારે સવારે કામરેજના કોસમાડાની સીમમાં, સુરત-વલથાણ નહેર પર રોડની બાજુમાં આવેલા, જયંતિભાઈ પટેલના ખેતરમાંથી વર્ષાબહેનની લાશ મળી હતી. મહિલાના ગળાના ભાગે ટૂંપો આપ્યા બાદ, કટર વડે ગળુ રહેંસી નાંખી હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે મોબાઇલ ફોનના આધારે તપાસ કરતાં ભરત મહારાજ નામનો શખ્સ શંકાના ઘેરામાં આવ્યો હતો. પોલીસે ભરતને અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ભરત સૌરાષ્ટ્રના મહુવા તાલુકના ભાદ્રોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને ભરત અને વર્ષા વચ્ચે અનૈતિક સંબંધ હોવાની શંકા છે.
પોલીસને વર્ષાની લાશ કામરેજના કોસમાડાની સીમમાં, સુરત-વલથાણ નહેર પર રોડની બાજુમાં આવેલા, જયંતિભાઈ પટેલના ખેતરમાંથી મળી હતી. પોલીસને શંકા છે કે, પરિણીતા ભરતને મળવા માટે આ જગ્યા પર ગઈ હશે અને બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં ભરત તેની હત્યા કરીને નાસી ગયો હશે. આ શંકાના આધારે પોલીસે ભરતની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષાબહેન પ્રવિણભાઈ ઝાલા(ઉ.વ.38) રવિવારે બપોરે બે દીકરીઓને થોડીવારમાં આવું છું, તેમ કહીને નીકળી હતી. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે પરિણીતાને ભરત નામના યુવક સાથે અનૈતિક સંબંધ હતા અને રવિવારે તે પ્રેમીને જ મળવા ગઈ હોઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -