સુરતઃ દીકરાની નજર સામે જ ગળે છરીના ઘા મારી મહિલાની હત્યા, કેમ કરાઇ હત્યા?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ રામપુરા વિસ્તારમાં મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. તેના જ ઘરમાં મહિલાના ગળે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મહિલા કાંકરા મહોલ્લામાં તેના દીકરા સાથે રહેતી હતી.
રામપુરા લોખાત હોસ્પિટલ પાસે આવેલ મકાનમાં મહિલાની ઘાતકી હત્યાના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મહિલા તેના પુત્ર સાથે રહી જીવન ગુજરાતી હતી. જોકે તેનો પુત્ર મંદબુદ્ધિનો હોવાને કારણે તેને ઘરમાં જ રાખવામાં આવે છે અને ઘટના સમયે પણ તે ઘરમાં હાજર હતો, પણ મંદબુદ્ધિનો હોવાને લઇ તેની પૂછપરછમાં પોલીસને કોઈ મદદ મળી નથી.
જોકે મહિલાની હત્યા ક્યા કારણોસર થઈ અને હત્યા કરનાર કોણ તે હજુ જાણવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ રહેમત ઉર્ફે રેશ(ઉં.વ.45)માં હોવાનું બહાર આવ્યું છે. મહિલા તેના તેના સાવકા પુત્ર સાથે અહીં રહેતી હતી .જોકે ઘટનાની જાણ થતાં તેની સાવકી પુત્રી પણ આવી હતી અને તેણે પોતાના ભાઈને લઈ જવા તૈયારી બતાવી પણ મહિલાના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
પોલીસે ઘટનામાં ઉંડાણ પૂર્વક તપાસ શરુ કરી છે કે મહિલાની હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે અને હત્યા કરનાર ઈસમ કોણ તેની તપાસ શરૂ કરી મહિલા ની લાસ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -