સુરતઃ મુસ્લિમ યુવક પત્ની પાસે અંગ્રેજીમાં લખેલા ડિવોર્સ પેપર પર સહી કરાવી સાળી સાથે ભાગી ગયો, પછી શું થયું?
સુરતઃ શહેરના ઝાંપાબજાર વિસ્તારમાં મુસ્લિમ યુવક પોતાની પત્ની પાસે અંગ્રેજીમાં લખેલા ડિવોર્સ પેપર પર સહી કરાવી સાળીને ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. સાળી સાથે ભાગી ગયેલા યુવકે પત્નીને ફોન કરીને ત્રણ વખત તલાક કહી દીધું હતું. ત્યારે કપટનો ભોગ બનેલી મહિલા પોલીસના શરણે આવી છે અને તેણે પતિ અને સાસુ સામે પોલીસ કમિશ્નરને અરજી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા સમય પહેલા કાસીમ જૈનાબને કોર્ટમાં લઈ ગયો હતો અને ઈંગ્લીશમાં છૂટાછેડાના પેપરમાં સહી કરાવી લીધી હતી. આ અંગેની જાણ તેને પતિ અને બેન નાસી ગયા પછી થી હતી. ભાગી ગયેલા પતિએ પત્ની જૈનાબને ફોન કરીને તલાક... તલાક.... તલાક... કહી દીધું હતું.
પોતાની સાથે કપટ થતા જૈનાબે પતિ અને સાસુ બિલ્કીશબાનુ સામે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં જૈનાબે ગઈ કાલે પોલીસ કમિશ્નરને અરજી કરીને ન્યાય મેળવવા ઘા નાખી છે.
જૈનાબને પોતાની બહેન સાથે કાસીમ સંબંધ રાખતો હોવાની જાણ થતાં તેણે પતિને ઠપકો આપ્યો હતો. જે તે સમયે કાસીમે પત્નીની માફી માગી લીધી હતી અને આવું બીજીવાર નહીં કરવાનું વચન આપ્યું હતું. આઠ મહિના પહેલાં કાસીમ નસીમબાનુને ભગાડીને લઈ ગયો હતો. આ સમયે નસીમબાનુએ મેસેજ કરીને અમે લગ્ન કરી લીધા છે, તેવી જાણ જૈનાબને કરી દીધી હતી.
ઝાંપાબજાર તૈયબી મોહલ્લો હિના પેલેસમાં રહેતી જૈનાબબીબીએ પતિ વિરુદ્ધમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેના પતિ મોહમ્મદ કાસમે સાળી નસીમબાનું પર નજર બગાડી હતી. નસીમબાનુ જ્યારે જ્યારે પોતાની બહેનના ઘરે આવતી હતી, ત્યારે કાસીમ તેની સાથે મજાક-મસ્તી કરતો હતો અને આમ તેને સાળીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. કાસીમ સાળીને મળવા તેની કોલેજ પણ જતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -